ઉલ્હાસનગરમાં નશામાં ધૂત કારચાલકે 7 વાહનને ઉડાવ્યાં : 3નાં મોત
વહેલી પરોઢે 3 રીક્ષા અને 4 કારને ટક્કર મારી
ઉલ્હાસનગરમાં નશામાં ધૂત કારચાલકે 7 વાહનને ઉડાવ્યાં : 3નાં મોત
1 રીક્ષાના 2 પ્રવાસી, અન્ય રીક્ષાના ચાલકનું મોત, અન્ય 3 ગંભીર રીતે ઘાયલઃ ફરાર ડ્રાઈવર ઝડપાયો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ
ઉલ્હાસનગરમાં આજે વહેલી સવારે ચિક્કાર દારૃ ગટગટાવી ડ્રાઇવરે બેફામ પણે કાર દોડાવીને આશરે સાત વાહનને અડફેટમાં લેતા ત્રણ જણ કાળનો કોળીયો બની ગયા હતા. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. આ બનાવ બાદ ઘટનાસ્થળેથી પલાયન થઇ ગયેલા કાર ચાલકની પોલીસે ધરપકડ કરી હતી.
ઉલ્હાસનગર સ્થિત શાંતીનગર પરિસરમાં આજે સવારે ૫.૩૦ વાગ્યે દારૃના નશામાં ધૂત લવેશ રામણીએ સ્પીડમાં કાર દોડાવીને ત્રણ રિક્ષા, ચાર કારને અડફેટમાં લીધી હતી.
આ દુર્ઘટનામાં એક રિક્ષામાં પ્રવાસ કરવા સોમુદીપ જાણા, અંજલી જાણા અને બીજી રિક્ષાના ડ્રાઇવર શંભુરાજ ચવ્હાણનું ગંભીર ઇજા થતા જગ્યા પર મૃત્યુ થયું હતું.
આ બનાવમાં જાવેદ સૈયદ, મહેન્દ્ર પાંઢરે, પ્રમોદ દૌડ ઘાયલ થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત પછી અજાગ્રસ્ત અને મૃતકને મદદ કરવાને બદલે આરોપી કારચાલક નાસી ગયો હતો. પોલીસે બાદમાં તેની ધરપકડ કરી હતી. કારમાં દારૃની બોટલ હોવાનો આરોપ સ્થાનિક લોકોએ કર્યો હતો.
મૃતક સોમુદાષની માસી કોલકાતાથી આવ્યા હતા. કલ્યાણ રેલવે સ્ટેશન પર તે માસીને લેવા ગયો હતો. ત્યારે અકસ્માત થયો હતો.
પોલીસે આરોપી સામે ઇન્ડિય પિનલ કોડ અને મોટર વેહિકલ એક્ટ હેઠળ કેસ નોંધી વધુ તપાસ આદરી છે.