Get The App

મુંબઈમાંથી કોકેન, ગાંજા સહિત 200 કરોડનું ડ્રગ્સ જપ્ત

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
મુંબઈમાંથી કોકેન, ગાંજા સહિત 200 કરોડનું ડ્રગ્સ જપ્ત 1 - image


આંતરરાષ્ટ્રી ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ

અમેરિકા સહિતના દેશોમાંથી ડ્રગ્સ ઠલવાયું, ચારની ધરપકડ

મુંબઈ -  ડ્રગ્સની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઇ ઝોનલ યુનિટે આંતરરાષ્ટ્રીય રેકેટમાં અંદાજે રૃા. ૨૦૦ કરોડની કિંમતનો જુદો જુદો નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કર્યો છે. 

આ દરોડા દરમિયાન કોકેન, ગાંજો, ગાંજાની ગમી (જેલી ચોકલેટ) મળી આવી હતી. આ ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાથી ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરી વિવિધ શહેર અને વિદેશમાં મોકલવામાં આવતું હતું. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની માહિતી મેળવવામાં આવી રહી છે.

એનસીબીના મુંબઇ ઝોનલ યુનિટના એક અધિકારીના જણાવ્યા મુજબ વિદેશમાં રહેતા   ડ્રગ પેડલરનું  એક જૂથ આ સિન્ડિકેટનું સંચાલન કરી રહ્યું છે. કુરિયર અથવા કાર્ગો સર્વિસ તેમજ અન્ય શખસ દ્વારા અમેરિકાથી અમૂક ડ્રગ્સનો જથ્થો અહીં લાવવામાં આવ્યો હતો. 

એનસીબીએ  ગત મહિને ઓસ્ટ્રેલિયા મોકલવાના પાર્સલમાંથી ૨૦૦ ગ્રામ કોકેન જપ્ત કર્યું હતું. આ ડ્રગના સ્ત્રોતની તપાસ કરતા સંપૂર્ણ સિન્ડિકેટનો પર્દાફાશ થયો હતો.  આમ એનસીબીની ટીમે માહિતીના આધારે નવી મુંબઇમાંથી ૧૧.૫૯ કિલો ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળા કોકેન, ગાંજો, તેમજ ૨૦૦ પેકેટ (૫.૫ કિલો) ગાંજાની ગમી (જેલી જેવી ચોકલેટ) કબજે કરી હતી. જેની કિંમત લગભગ રૃા. ૨૦૦ કરોડ છે.

આ ગુનામાં અત્યારસુધીમાં ચાર આરોપીની ધરપકડ કરાઇ છે. આરોપીઓ તપાસ એજન્સીથી બચવા નકલી નામ અને કોર્ડવર્ડનો ઉપયોગ કરતા હતા. એનસીબહીના અધિકારીઓ ડ્રગ સિન્ડિકેટના ભારત અને આંતરરાષ્ટ્રીય સંપર્કોની તપાસ કરી રહી છે.



Google NewsGoogle News