મુંબઈમાં ન્યૂ યર પાર્ટીઓ માટે લવાયેલું 15 કરોડનું ડ્રગ જપ્ત
પોલીસે કેસ પકડવા પાર્સલ મારફતે ડ્રગની ડિલીવરી થવા દીધી
એરપોર્ટ પર 11 કરોડનો ગાંજો પકડાયોઃ અન્ય કેસમાં બેડરુમની બાલ્કનીમાંથી ગાંજો ઉગાડાયાની કબૂલાત
મુંબઈ : નવા વર્ષના આગમન અગાઉ મુંબઈની એજન્સીઓએ જુદા જુદા ઓપરેશનમાં રૃ.૧૫ કરોડથી વધુ મૂલ્યના ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.
ગુરૃવારની અને શુક્રવાર વચ્ચેની રાત્રીએ બેંગકોંકથી આવેલા પ્રવાસી પાસેથી રૃ.૧૧.૩૨ કરોડ મૂલ્યનો ગાંજો જપ્ત કર્યો હતો. કસ્ટમ અધિકારીઓએ પ્રવાસીની તૂટેલી બેગમાંથી ૧૧.૩૨૨ કિલોગ્રામ પ્રતિબંધિત જથ્થો કબ્જે કર્યો હતો. વેક્યુમસીલ્ડ પ્લાસ્ટિક પાઉચિતમાં ડ્રગ્સનો જથ્થો છુપાવ્યો હતો અને તૂટેલી બેગમાં રાખવામાં આવ્યો હતો. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સટન્સિસ (એનડીપીએસ) એક્ટ, ૧૯૮૫ અનુસાર પ્રવાસીની ધરપકડ કરી હતી. થોડા દિવસમાં નવા વર્ષની ઉજવણી થશે તે ધ્યાનમાં રાખીને એનસીબીએ એરપોર્ટ પર તકેદારી વધારી છે. મંગળવારે બેંગકોંકથી મુંબઈ આવેલા બેગેજમાંથી ૧૩ કિલોગ્રામ ગાંજો જપ્ત કરાયો હતો. એજન્સીએ તપાસ શરૃ કરતા કોલ્હાપુરના એક વ્યક્તિની ઓળખ થઈ હતી અને એનસીબીની ટીમ કોલ્હાપુર જઈને ગુરૃવારે આરોપીને ઝડપી પાડયો હતો.
એક અન્ય ઓપરેશનમાં એજન્સીએ મુંબઈની એક પોસ્ટ ઓફિસમાંથી શંકાસ્પદ પાર્સલ કબજે કર્યું હતું. જેમાંથી ૧.૨૩ ગ્રામ મેસકોલિન ડ્રગ સપ્લાયરોની એટલે કે જથ્થો કોને મળવાનો છે તેની જાણકારી મેળવવા એનસીબીએ તપાસ શરૃ કરી હતી અને એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીના ઘરમાં તપાસ કરતા ૪૮૯ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જે આરોપીના બેડરૃમની બાલ્કનીમાંં ઉગાડવામાં આવ્યો હતો. મેસકેલિન ડ્રગ ડાર્કવેબમાંથી મંગાવવામાં આવ્યું હતું તેવી કબુલાત આરોપીએ કરી હતી.
દરમિયાન, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટીનાર્કોટિસ સેલ (એએનસી)એ આપે કોલોની વિસ્તારમાંથા બે ડ્રગ ટ્રાફિકની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી રૃ.૧.૧૫ કરોડ મૂલ્યનું હેરોઈન જપ્ત કર્યું હતું એએનસીના ઘાટકોપરને બાતમી મળી હતી અને બન્ને આરોપીની ધરપકડ કરી હતી.