ડોંગરીમાં રૂ.એક કરોડના ચરસ સાથે ડ્રગ પેડલરની ધરપકડ

Updated: May 13th, 2024


Google NewsGoogle News
ડોંગરીમાં રૂ.એક કરોડના ચરસ સાથે ડ્રગ પેડલરની ધરપકડ 1 - image


- માર્ગમાં શંકાસ્પદ હાલતમાં ઝડપાયો

- માહિમમાં રહેતો ડ્રાઈવર ચરસ વેચવા આવતા ઝડપાઈ ગયોે

મુંબઈ : ડોંગરીમાં અંદાજે પોણા ત્રણ કિલો ચરસ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવતો હતો. આ ચરસના જથ્થાની કિંમત આશરે રૂ.એક કરોડ છે. આરોપીના અન્ય સાથીદારની માહિતી પોલીસ મેળવી રહી છે.

સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન નજીક નવરોજી હિલ રોડ નં. ૧૧ નજીક ડોંગરી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન શંકાસ્પદ રીતે ફરતા શ્રીકાંત ધનૂ (ઉં.વ.૫૭)ને પકડીને પોલીસે પૂછપરછ કરી હતી. તેની બેગની તપાસણી કરતા બે કિલો ૮૮૩ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો.

માહિમ કોઝવે નજીક આવેલી સોસાયટીમાં રહેતો શ્રીકાંત ડોંગરી ખાતે ચરસ વેચવા આવ્યો હતો. તે આ ચરસ કોને આપવાનો હતો એની તપાસ ચાલી રહી છે. આરોપી શ્રીકાંત ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. અગાઉ તે અન્ય ગુનામાં સંડોવાયેલો છે કે નહીં એવી માહિતી પોલીસ મેળવી રહી છે.


Google NewsGoogle News