300 કરોડના મેફેડ્રોન કેસમાં ડ્રગ ડીલર ભૂષણ પાટીલની ધરપકડ

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
300 કરોડના મેફેડ્રોન કેસમાં ડ્રગ ડીલર ભૂષણ પાટીલની ધરપકડ 1 - image


ભૂષણ ફેક્ટરીમાં મેફેડ્રોન બનાવતો હતો, યુપીમાં સાગરિત સાથે ઝડપાયો

ભૂષણ સસૂન હોસ્પિટલમાંથી નાસી ગયેલા ડ્રગ માફિયા લલિત પાટીલનો ભાઈ છે

મુંબઇ :  સસૂન હોસ્પિટલમાંથી ડ્રગ રેકેટ ચલાવનારા લલિત પાટીલના ભાઈ ભૂષણ પાટીલ અને તેના સાથીદાર અભિષેક બલકવડેની પુણે ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે.

નાશિકની ફેક્ટરીમાં ભૂષણ મેફેડ્રોન બનાવતો હતો. આ ડ્રગ ફેક્ટરી પર ગત અઠવાડિયે દરોડા પાડી પોલીસે રૃા. ૩૦૦ કરોડનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું.

અગાઉ મુંબઈની સાકીનાકા પોલીસે નાશિકમાં આ ફેક્ટરી પર દરોડા પાડયા હતા. ડ્રગ ખરીદી અને વેચાણના સિન્ડિકેટનો પર્દાફાશ કરી ૧૨ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ડ્રગ રેકેટમાં ભૂષણ પાટીલ સંડોવાયેલો હતો.

આ ઘટના બાદ નાશિક પોલીસે અન્ય સ્થળેથી રૃા. પાંચ કરોડની કિંમતનો ચાર કિલો ૭૮૦ ગ્રામ મેફેડ્રોન અને કાચો માલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ડ્રગ ફેક્ટરી પર છાપો માર્યા પછી ભૂષણ પાટીલ ફરાર હતો.

મુંબઈ, પુણે, નાશિક પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. છેવટે પોલીસે ઉત્તર પ્રદેશથી ભૂષણ અને તેના સાથીદારને પકડી લીધા હતા.

આરોપી લલિત પાટીલનો ભાઈ ભૂષણ પાટીલ કેમિકલ એન્જિનિયર છે. તેણે મેફેડ્રોન બનાવવાની તાલીમ લીધી હતા. પછી નાશિકમાં શિંદે ગામમાં ફેક્ટરીમાં મેફેડ્રોન બનાવતો હતો.  અભિષેકની મદદથી મેફેડ્રોન ડ્રગ પેડલરને આપતો હતો. ફરાર લલિત પાટીલ પોતે જ મેફેડ્રોન વેચતો હતો. સાકીનાકા પોલીસે ગત ૮ ઓગસ્ટના માહિતીના આધારે અન્વર સૈયદને ૧૦ ગ્રામ મેફેડ્રોન સાથે પકડયો હતો. તેની પૂછપરછ બાદ અન્ય આરોપીઓને પકડવામાં આવ્યા હતા.

છેલ્લે કલ્યાણના રેહાન અને તેના સાથીદાર અસમતની ૧૫ કિલો એમ. ડી. ડ્રગ સાથે ધરપકડ કરાઈ હતી. આરોપી રેહાન નાશિકના જિશાન શેખ પાસેથી મેફેડ્રોન ખરીદવો હતો. નાશિકની ફેક્ટરીમાં જિશાન કામ કરતો હતો. પોલીસે આ ફેક્ટરી પર દરોડા દરમિયાન જિશાનને પકડયો હતો. આરોપી ભૂષણ પાટીલની ધરપકડ બાદ હવે તેનો ભાઈ લલિત પાટીલ પણ બહુ જલ્દી પકડાઈ જશે એવી ચર્ચા થઈ રહી છે.



Google NewsGoogle News