લોનાવલામાં એરફોર્સ બેઝ પરિસરમાં ડ્રોન કેમેરાથી શૂટિંગ

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
લોનાવલામાં એરફોર્સ બેઝ પરિસરમાં ડ્રોન કેમેરાથી શૂટિંગ 1 - image


હૈદરાબાદના 3 યુવકની અટકાયત

સમગ્ર વિસ્તારમાં બોર્ડ લગાવાયાં હોવા છતાં પણ સૂચનાનો ભંગ કરી શૂટિંગ 

મુંબઇ :  લોનાવલામાં એરફોર્સ બેઝના વિસ્તારમાં ડ્રોન કેમેરાથી શૂટિંગ કરનારા ત્રણ જણ સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમની પાસેથી ડ્રોન કેમેરામાં જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં  અટકાયત કરાયેલા ત્રણ જણ મૂળ હૈદરાબાદના છે.

લોનાવલાના લાયન્સ પોઇન્ટ વિસ્તારમાં એરફોર્સ બેઝ છે. લોનાવલામાં નેવીનું આઇએનએસ શિવાજી સંસ્થા છે. આ વિસ્તારમાં ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવા પર પ્રતિબંધ છે.  આ બાબતે એરફોર્સ લાયન્સ પોઇન્ટ વિસ્તારમાં બોર્ડ લગાવ્યા છે.

લાયન્સ પોઇન્ટ વિસ્તારમાં શૂટિંગ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી એરફોર્સ અધિકારીઓને મળી હતી. તેમણે લોનાવલા શહેર પોલીસ ઘટનાની જાણ કરી હતી. આ મામલામાં બાલકૃષ્ણ મુન્થા (ઉં.વ.૨૯), કે. દિનેશ કે. આનંદ (ઉં.વ.૨૯), તનિષ તિલક (ઉં.વ.૨૫) સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

લોનાવલા શહેર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.



Google NewsGoogle News