દક્ષિણ મુંબઈનો દાવો છોડો નહીં તો કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે
- આઘાડીમાં તકરારઃ ઉદ્ધવ જૂથના નેતાઓને મિલિંદ દેવરાની ચિમકી
મુંબઈ : મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથ વચ્ચે બેઠકો મુદ્દે તલવારો તણાઈ છે. અગાઉ, ઉદ્ધવ જૂથના ૨૨ બેઠકો પરના દાવાને કોંગ્રેસે ધુત્કારી કાઢ્યો હતો. હવે કોંગ્રેસના નેતા મિલિંદ દેવરાએ ઉદ્ધવ જૂથને ચેતવણી આપી છે કે તે દક્ષિણ મુંબઈની બેઠક પર દાવો કરવાનું બંધ કરે નહીં તો કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારો જાહેર કરી દેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણી મહાવિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધન માટે આસાન નથી અને તેથી કોઈએ આવા દાવા અને પ્રતિ દાવા કરવા જોઈએ નહી.ં
- ગત ચૂંટણીમાં મિલિંદ દેવરાને શિવસેનાએ હરાવ્યા બાદ આ બેઠક જાળવી રાખવા માટે ઉદ્ધવ જૂથના આગ્રહથી તકરાર વધી
મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષો પૈકીની એક શિવસેના યુબીટી દક્ષિણ મુંબઈ બેઠક પર એકપક્ષીય રીતે દાવો કરીે છે. તેથી અમારી ચિંતા વધે તે સ્વાભાવિક છે. મિલિંદ દેવરાએ વધુંમાં શિવસેના (યુબીટી) નું નામ લીધા વિના,કહ્યું હતું કે હું કોઈ વિવાદ ઊભો કરવા માગતો નથી. પરંતુ જો કોઈ પક્ષ સીટની વહેંચણી પર ઔપચારિક વાટાઘાટો પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવા તૈયાર ન હોય તો કોંગ્રેસ પણ દાવો કરશે અને ઉમેદવારની જાહેરાત કરશે. મને આશા છે કે આ સંદેશ મુંબઈ અને દિલ્હીના મહત્ત્વપૂર્ણ લોકો સુધી પહોંચે. તેથી હું આ મામલે તમામને ધીરજ રાખવાની અપીલ કરુ છું.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગીરગાંવ ખાતેની બેઠકમાં ઠાકરે જૂથે ફરી એકવાર દક્ષિણ મુંબઈ લોકસભા બેઠક માટે દાવો કર્યો હતો. છેલ્લા ૫૦ વર્ષથી દક્ષિણ મુંબઈ લોકસભા મતવિસ્તાર કોંગ્રેસ પાસે છે અને દેવરા પરિવાર આ બેઠક પરથી ચૂંટણી લડે છે. જોકે, ગત લોકસભા ચૂંટણીમાં ત્યારની અવિભાજિત શિવસેનાના અરવિંદ સાવંત સામે મિલિંદ દેવરાની હાર થઈ હતી.
વરાએ કહ્યું હતું કે આઘાડીના એક ઘટક દ્વારા આ બેઠક પર ાવા બા તેમને પોતાના ટેકે ારો તથા પક્ષના નેતાઓ તરફથી સંખ્યાબંધ ફોન કોલ્સ મળ્યા છે. સૌ એકતરફી ાવા સામે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
ઉદ્ધવ જૂથ માટે દક્ષિણ મુંબઈની બેઠક પ્રતિષ્ઠાનો વિષય છે. હાલ પાર્ટી પાસે મુંબઈમાં આ એક માત્ર સીટ છે. આ સીટ ભાજપને મળે તેમ ઉદ્ધવ ઈચ્છતા નથી. તેમને ભરોસો છે કે આઘાડીની સંયુક્ત તાકાત થકી આ બેઠક પર ભાજપને હરાવી શકાય છે. જોકે, હવે બેઠક મુદ્દે ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસ વચ્ચે જ ગંભીર મતભેદો સર્જાતાં બેઠક સમજૂતી થાય તો પણ તે માત્ર કાગળ પર રહે તેવી સંભાવના છે.