રાજ્યમાં અવયવદાનમાં પુણે પ્રથમ ક્રમાંકે, મુંબઈ 2જું

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
રાજ્યમાં અવયવદાનમાં પુણે પ્રથમ ક્રમાંકે, મુંબઈ 2જું 1 - image


આ વર્ષે રાજ્યમાં કુલ 148 અવયવદાન થયાં

મુંબઈ :  કોરોનાકાળમાં મંદ પડેલ અયવયદાનની પ્રક્રિયાએ ફરી વેગ પકડયો હોઈ રાજ્યમાં પુણે વિભાગ આગળ નીકળ્યું છે. રાજ્યમાં ગયા વર્ષે ૧૪૮ જણના મૃત્યુ બાદ અવયવદાન કરાયાં હતાં. તેમાંના સર્વાધિક ૫૮ અવયવદાન પુણે વિભાગમાં નોંધાયા હતાં. જેના થકી ૧૫૮ દર્દીઓને અવયવ પ્રાપ્ત થયાં છે. પુણે વિભાગમાં ગત ત્રણ વર્ષથી મરણોત્તર અવયવદાનનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે.

અવયવદાનમાં બીજા નંબરે મુંબઈ અને ત્રીજા નંબરે નાગપુર વિભાગ છે. સૌથી ઓછું અવયવદાન છત્રપતિ સંભાજીનગર વિભાગમાં થયું છે. ગત કેટલાંક વર્ષોમાં અવયવ પ્રાપ્ત કરવા માટેની પ્રતીક્ષા યાદીમાં વધારો જોવા મળ્યો છે. જરુરિયાત મુજબ અવયવ ન હોવાથી તમામ સ્તરે અવયવદાન વિષયે જાગૃતિ લાવવામાં આવી રહી છે. ૨૦૨૩માં પુણેમાં ૫૮ લોકોના અવયવદાન થયાં તો મુંબઈમાં ૪૯ અને નાગપુરમાં ૩૫ બ્રેઈનડેડ કેસના અવયવદાન થયા હતાં.

જનજાગૃતિને લીધે કોરોના બાદ મરણોત્તર અવયવદાનની સંખ્યા વધતી દેખાઈ રહી છે. પુણે વિભાગમાં ૨૦૨૧માં ૪૪ બ્રેઈનડેડ દર્દીના અવયવદાન થયાં. તેમાંથી ૯૭ દર્દીઓને વિવિધ અવયવ પ્રાપ્ત થયાં હતાં. સન ૨૦૨૨માં ૪૬ બ્રેઈનડેડના અવયવદાનથી ૧૮૮ દર્દીઓને તો ૨૦૨૩માં ૫૮ લોકોએ કરેલા અવયવદાનથી ૧૫૮ દર્દીઓને અવયવ પ્રાપ્ત થતાં નવજીવન મળ્યું હોવાની માહિતી પુણે વિભાગીય પ્રત્યારોપણ સમન્વય સમિતીએ આપી છે.



Google NewsGoogle News