Get The App

કચ્છથી મતદાન કરવા પરત આવી રહેલાં ડોંબિવલીના માતાપુત્રના અકસ્માતમં મોત

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
કચ્છથી મતદાન કરવા પરત આવી રહેલાં ડોંબિવલીના માતાપુત્રના અકસ્માતમં મોત 1 - image


મત આપવા આવતાં હતાં ને મોત મળ્યું

મૂળ નખત્રાણાના  વેસલપરના પરિવાર 2 કારમાં આવતા હતા, ભરુચ પાસે એક કાર રેલિંગ સાથે અથડાઈે

મુંબઈ :  મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એકએક મતની કેટલી કિમત છે, એ માટે મતદાન કરવા નિયત કાર્યક્રમ કરતા પહેલા મુંબઈ પરત આવતા કચ્છી પરિવારે મતદાન પહેલા જ બે જિંદગીની કિમત ચૂકવવી પડી છે. લગ્ન પ્રસંગે ભુજ ગયેલા પરિવારો મતદાન માટે મુંબઈ પાછા આવી રહ્યા હતા ત્યારે ભરુચ પાસે અકસ્માતમાં માતા પુત્રનાં મોત નીપજ્યાં હતાં. 

કચ્છના નખત્રાણા તાલુકાના વેસલપર ગામના વતની અને ડોમ્બિવલી-ઈસ્ટમાં વૈભવનગરી બંગલોઝમાં રહેતા અશોક શામજી પોકાર (પટેલ) તેમના પરિવારજનો સાથે મેરેજ પ્રસંગે ભુજ ગયા હતા. પરંતુ ૨૦ નવેમ્બરે મતદાન હોવાથી અશોક પોકોર અને ભાઈ અરવિંદ પોકારનો પરિવાર બે અલગ અલગ કારમાં મતદાન દિવસ બુધવાર પહેલા મુંબઈ આવવા બે દિવસ અગાઉ નીકળ્યા હતા. પરંતુ જે કારમાં અશોકભાઇનો પુત્ર કાર ચલાવી રહ્યો હતો. 

તેઓ ભરુચ પાસે  હતાં ત્યારે  ઓવરટેક કરવાની કોશિશ કરતાં તેની કાર રેલિંગ સાથે પુરઝડપે ટકરાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેમાં કાર ચલાવી રહેલ  પચ્ચીસ વર્ષના નિમત અને ૪૫ વર્ષની માતા નિશાબેનના અકસ્માતમા મોત થયા હતા, જ્યારે કારમાં સવાર અશોકભાઇ અને તેનો નાના દીકરો જીતનો આબાદ બચાવ થયો હતો.

કચ્છના ભુજમાં રિસેપ્શન અને રત્નાપરમાં મામેરું પતાવીને એક કારમાં અશોકભાઇ પત્ની નિશા અને બે દીકરાઓ નિમત અને  જીત એક કારમાં હતા, જયારે બીજી કારમાં અશોકભાઇનો નાનો ભાઈ અરવિંદ પોકોર પત્ની મીના અને પુત્ર જયનીશ મુંબઈ આવી રહ્યા હતા.

આ અકસ્માત કંઇ રીતે થયો એ વિશે 'ગુજરાત સમાચાર'ને અરવિંદભાઇએ કહ્યુ કે, અશોકભાઇનો મોટો પુત્ર નિમત કાર ચલાવી રહ્યો એ દરમ્યાન વડોદરાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર હતા, ત્યારે ભરૃચ પાસે ટ્રકને ઓવરટેક કરવા જતાં નિમતે કાર પરથી કાબૂ ગુમાવતાં કાર પુલની રેલિંગ સાથે અથડાઈ હતી. કાર ખૂબ જ જોરથી અથડાઈ હોવાથી નિશાબેન અને કાર ચલાવી રહેલા નિમતનું અરેરાટીભર્યું મોત થયું હતું, એ સમયે નાનાભાઇની કાર સાથે જ હોવાથી તેમને તુંરત અકસ્માત કારમાંથી તમામને બહાર કાઢયા હતા. જો કે આ ગમ્ખવાર અકસ્માતમાં પટેલ પરિવારે બે જીવ ગુમાવવા પડયા હતા. હરખભેર સાથે ગયેલા અરવિંદભાઇએ ભાભી નિશા અને ભત્રીજા નિમતની ડેડ-બાડી લઈને આવવું પડતા પરિવારજનોમાં ગમમગીની છવાઈ છે. અશોકભાઈને અકસ્માતમાં ઈજા પહોચી હતી જો કે તેમની તબિયત સારી છે, ડોમ્બિવલીમાં ૧૯ નવેમ્બરે અંતિમવિધી પાર પડાઈ હતી. તેઓની પ્રાર્થના સભા ડોમ્બિવલીમાં પાટીદાર ભવનમાં ગુરૃવારે સંપન્ન થઇ હતી.



Google NewsGoogle News