ડોમ્બિવલી પોલીસ મથકે યુવકોનો મહિલા પોલીસ સામે વસ્ત્રો ઉતારી ડાન્સ

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
ડોમ્બિવલી પોલીસ મથકે યુવકોનો  મહિલા પોલીસ સામે વસ્ત્રો ઉતારી ડાન્સ 1 - image


જાહેરમાં કારમાં હાઈવોલ્યૂમથી ગીત વગાડવા સામે ઠપકો અપાતાં કૃત્ય

આખું પોલીસ સ્ટેશન માથે લીધું ઃતમામની અટકાયતઃ છમાંથી એક યુવક રીઢો ગુનેગાર છે

મુંબઇ  :  ડોમ્બિવલીમાં અમૂક યુવાનોએ છાકટા બની પોલીસ મથકમાં મહિલા પોલીસ સામે ક પડાં કાઢી નાચવા માંડતા ટિળક નગર પોલીસે છ યુવાનો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ખરેખર તો આ યુવાનો ડોમ્બિવલીના તિલકનગર પોલીસ મથકની હદ્દમાં એક ઠેકાણે રસ્તા પર કારમાં મોટે અવાજે ગીતો વગાડી નાચતા હતા. આ વાતની જાણ થતા પોલીસના બીટ માર્શલો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેમને આવું કરતા રોક્યા હતા. આ વાતથી યુવાનોને એટલો ગુસ્સો આવ્યોહતો કે તેઓ સીધા પોલીસ મથકમાં પહોંચી ગયા હતા અને પોલીસ સ્ટેશન માથે લીધું હતું.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર ડોમ્બિવલીના તિલકનગર પોલીસ સ્ટેશનની હદમાં એક ઠેકાણે રસ્તા પર કાર ઉભી રાખી અમૂક યુવાનો  મોટા અવાજે ગીત લગાવી નાચ કરી રહ્યા હતા. આ વાતની જાણ અમૂક સ્થાનિકોએ પોલીસમાં કરી આ બાબતે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ મળતા પોલીસના બીટ માર્શલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કારની ઓડિયો સિસ્ટમ બંધ કરાવી તેઓને  ઠપકો આપ્યો હતો અને આવુ ફરી ન કરવાની ચેતવણી આપી હતી. 

આ વાતથી યુવકો એટલા અકળાઇ ગયા હતા કે તેઓ બીટ માર્શલો સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને અહીં ફરજ બજાવતી મહિલા પોલીસો સામે કપડા કાઢી નાચવા માંડયા હતા. યુવાનોનું આ  કૃત્ય  જોઇ પોલીસ પણ હેબતાઇ ગયા હતા. પોલીસે યુવાનોને માંડ-માંડ કાબૂમાં લીધા હતા. અંતે પોલીસે છાકટા બનેલા આ  યુવાનોને તાબામાં લઇ તેમની સામે ગુનો નોંધી તેમની ધરપકડ  કરી હતી.

પોલીસે વિલાસ ભુજંગ, રાજુ ભુજંગ, સિદ્ધાર્થ ગાયકવાડ અને તેમના અન્ય ત્રણ સાથીદારોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવકોમાંથી વિલાસ ભુજંગ સામે અહીંના પોલીસ સ્ટેશનમાં પાંચ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.



Google NewsGoogle News