સોસાયટીઓને ડિમ્ડ કન્વેયન્સ માટે દસ્તાવેજો 12થી ઘટાડી 8 કરાયા
હાઉસિંગ સોસાયટીઓને રાહત માટે પગલું
એક કમિટીએ કરેલી ભલામણના આધારે રાજ્ય સરકારે અનિવાર્ય દસ્તાવેજોની સંખ્યા ઘટાડી
મુંબઈ : ડીમ્ડ કન્વેયંસની કાર્યવાહીને ઝડપી બનાવવા મહારાષ્ટ્રના કોઓપરેશન ડિપાર્ટમેન્ટે હાઉસિંગ સોસાયટીઓ દ્વારા ફરજિયાત સુપરત કરવાના આવતા દસ્તાવેજો (ડોક્યુમેંટસ)ની સંખ્યા ઘટાડી દીધી છે.
રાજ્યની ઘણી બધી રજિસ્ટર્ડ કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ પાસે હાલ ડીમ્ડ કન્વેયંસ અથવા તો જમીનની માલિકી નથી એ હકીકતનો વિચાર કરી આ પગલું લેવાયું છે.
પૂણેના ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ રજિસ્ટ્રારના એક અધિકારીએ અનામ રહેવની શરતે જણાવ્યું હતું કે 'અગાઉ, ડીમ્ડ કન્વેયંસ માટે જુદા જુદા ઘણા ડોક્યુમેંટસ સુપરત કરવા ફરજિયાત હતા, જેને કારણે કોઓપરેટીવ સોસાયટીઓને તકલીફ પડતી હતી. એટલે રાજ્ય સરકારે ડીમ્ડ કન્વેંયસ માટે આપવા પડતા ડોક્યુમેંટસ ઓછા કરવાનો નિર્ણય લીધો છે. સરકારે એક કમિટી બનાવી હતી, જેણે આખી પ્રોસેસ (કાર્યવાહી)નો અભ્યાસ કરી રિપોર્ટ આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ડીમ્ડ કન્વેયંસના પ્રોસીજરને સ્ટ્રીમલાઈન કરવાનો નિર્ણય ૨૨ જુન, ૨૦૧૮માં લેવાયો હતો. હવે ડીમ્ડ કન્વેયંસની પ્રોસીજર માટે માત્ર ૮ પ્રકારના ડોકયુમેંટસ આપવા ફરજિયાત છે.'
પૂણે ડિસ્ટ્રીક્ટ ડેપ્યુટી રજિસ્ટ્રારના એક અધિકારીએ આપેલી માહિતી મુજબ ૨૦૧૬માં ડીમ્ડ કન્વેયંસ માટે ૧૨ ટાઈપના ડોકયુમેંટસ ફરજિયાત હતા. ૨૨ જુન, ૨૦૧૮ના નિર્ણય અન્વયે ડોકયુમેંટસ ઘટાડીને ૮કરી દેવાયા છે.