ચા બિસ્કિટ ન મળતાં ડોક્ટર 4 મહિલાની સર્જરી પડતી મૂકી રવાના

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
ચા બિસ્કિટ ન મળતાં ડોક્ટર  4 મહિલાની સર્જરી પડતી મૂકી રવાના 1 - image


એનેસ્થેસિયા લઈ ચૂકેલી ચાર મહિલા દર્દીઓને આઘાત

નાગપુરમાં કુટુંબ નિયોજનનાં ઓપરેશન કરી રહેલા ડોક્ટરની દલીલ, ડાયાબિટીક છું એટલે ભૂખ્યા પેટે કામ ન થાયઃ તપાસના આદેશો

મુંબઈ :  ચાની ટપરી પર અઘરામાં અઘરા કામોની સરળતાથી પતાવટ થઈ જતી હોય છે. ત્યારે નાગપુરની એક ઘટનામાં ચાની તલપને કારણે ઓપરેશન અધવચ્ચે મૂકી દેનારા એક ડૉક્ટરનું કારનામું સામે આવ્યું છે. મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુરમાં સમયસર ચા-બિસ્કીટ ન મળવા પર ડૉક્ટર ઓપરેશન અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા. જેથી એનેસ્થેસિયા લેનારી ચારેય મહિલા દર્દીઓ નારાજ થઈ ગઈ હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

અનેક લોકો ચાના રસિયા હોય છે અને ચાની તલપ બૂઝવવા અજબ કરતબો કરતાં પણ અનેક લોકો જોવા મળતાં હોય છે. પરંતુ સમયસર ચા ન મળતાં પોતાનો ધર્મ ચૂકી દર્દીના જીવ જોખમમાં મૂકનારા આ ડૉક્ટરનો કિસ્સો કદાચ પહેલી જ વાર સંભળાયો છે. જે ડૉક્ટરની અસંવેદનશીલતા છતી કરે છે.

 નાગપુરની જિલ્લા પરિષદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ નિયોજનની સર્જરી માટે આઠ મહિલાઓ પ્રાથમિક કેન્દ્રમાં આવી હતી. જ્યાં ચામ મહિલાની સર્જરી થઈ બાદમાં ચાર મહિલાઓને એનેસ્થેસિયા અપાયો ગતો. પરંતુ ત્યારબાદ ડૉક્ટર તેજરામ ભલાઈવે ચા બિસ્કિટની માગણી કરી હતી.  પરંતુ સમયસર ચા-બિસ્કીટ ન મળતાં ડૉક્ટર સર્જરી કરવાનું પડતું મૂકી ત્યાંથી જ નીકળી ગયા હતા અને પાછા ફર્યા નહોતાં. આ જોઈ અર્ધબેભાન અવસ્થામાં રહેલી ચારેય મહિલાઓ અચંબિત થઈ ગઈ હતી અને તેમના પરિવારજનોએ હંગામો શરુ કરી દીધો હતો. મામલાની ગંભીરતા જોતાં જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીએ તપાસનો મૌખિક આદેશ આપ્યો હતો. જેના પર ગુરુવાર સુધીમાં ત્રણ સભ્યોની તપાસ સમિતી રીપોર્ટ આપે તેવી સંભાવના છે. 

 રમ્યાન આ મુદ્દે સંબંધિત ડૉક્ટરનું કહેવું છે કે, તેને ડાયાબિટીસની બિમારી છે અને સમયસર ચા-બિસ્કીટ જોઈએ. જો સમયસર ચા ન મળે તો તેનું સુગર લેવલ ઓછું થઈ જાય અને કામ કરવું મુશ્કેલ બની જાય આથી તેને એક ડગલું  ૂર જવું પડયું હતું. જોકે એ વાત સાચી છે કે બા માં પ્રાથમિક કેન્દ્રના વરિષ્ઠોએ સર્જરી માટે બીજા ડૉક્ટરની વ્યવસ્થા કરવી પડી હતી.



Google NewsGoogle News