પાલિકાના કર્મચારીઓને દિવાળી બોનસ પેટે રૃા. 29 હજાર જાહેર
આચારસંહિતા લાગુ પડતાં પહેલાં જાહેરાત
કર્મચારીઓએ ચૂંટણીને લીધે બોનસ ન અટકે તેવી રજૂઆત કરી હતી
મુંબઇ - મુંબઇ મહાનગર પાલિકાએ અધિકારી તેમજ કર્મચારીઓને દિવાળીના બોનસ તરીકે ૨૯ હજાર રૃપિયા આપવાનો નિર્ણય વહીવટીતંત્રે જાહેર કર્યો હતો.
મુખ્ય પ્રધાન અને પાલિકાના કમિશનર સાથે ચર્ચા થયા બાદ વર્ષ ૨૦૨૪ની દિવાળી નિમિત્તે પાલિકાના કર્મચારીઓને બોનસમાં ગત વર્ષમાં આપેલા ૨૬ હજાર રૃપિયામાં ૩ હજાર રૃપિયાનો વધારો આપીને ૨૯ હજાર રૃપિયા આપવાનું જાહેર કરાયું હતું.
પાલિકાના કર્મચારી અને અધિકારીઓને રૃા. ૨૯ હજાર બોનસ, ગ્રાન્ટ મેળવતી ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષક અને શિક્ષેક્તર કર્મચારીઓને રૃા. ૨૯ હજ-ાર, પાલિકાની પ્રાથમિક શાળા અને ગ્રાન્ટ પ્રાપ્ત કરતી ખાનગી પ્રાથમિકશાળાના શિક્ષણ સેવકને રૃા. ૨૯ હજાર, માધ્યમિક શાળાના શિક્ષક અને શિક્ષેક્તર કર્મચારી (ગ્રાન્ટેડ/ ગ્રાન્ટ ન મેળવતી) કર્મચારીને રૃા. ૨૯ હજાર, બોનસ મળશે. જ્યારે માધ્યમિક શાળાના શિક્ષક સેવર (અનુદાનિત/ વિના અનુદાનિત)ને રૃા. ૨૯ હજાર, સામાજિક આરોગ્ય સ્વંય સેવિકાને ભાઇબીજ ભેટ તરીકે રૃા. ૧૨ હજાર, બાલવાડી શિક્ષિકા અને મદદનીસ (આંગણવાડી) કર્મચારીને ભાઇબીજ ભેટ તરીકે પાંચ હજાર રૃપિયા મળશે, એમ પાલિકાએ જાહેર કર્યું હતું.