દિગ્દર્શક રામગોપાલ વર્માને ચેક બાઉન્સિંગના કેસમાં 3 મહિનાની જેલ
2018ના કેસમાં 7 વર્ષ પછી અંધેરી કોર્ટનો આદેશ
ત્રણ મહિનામાં રૃ. 3.72 લાખની રકમ ફરિયાદીને ચુકવાશે નહીં તો વધુ 3 મહિનાની જેલ થશે
મુંબઈ - બોલીવુડના દિગ્દર્શક રામગોપાલ વર્માને ચેક બાઉન્સિંગના કેસમાં દોષિત જાહેર કરીને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવાઈ છે. ઉપરાંત ફરિયાદીન ે રૃ. ૩.૭૨ લાખની રકમ ત્રણ મહિનામાં ચુકવવાનો આદેશ આપ્યો છે અન્યથા વધુ ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવશે એમ અંધેરી કોર્ટે ચુકાદામાં જણાવાયું છે. ૨૦૧૮માં એક ફિલ્મના આર્થિક વ્યવહાર સંબંધે ચેક બાઉન્સ થતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યારે સાત વર્ષે કોર્ટે અંતિમ સુનાવણી કરીને વર્માને દોષિત જાહેર કરતો ચુકાદો આપ્યો છે. જોકે વર્માએ સુનાવણીમાં હાજરી આપી નહોતી.
૨૦૧૮માં શ્રી નામની કંપનીના પ્રમુખ મહેશચંદ્ર મિશ્રાએ ફરિયાદ કરતાં ગુનો નોંધાયો હતો. ૨૧ જાન્યુઆરીએ કોર્ટે સુનાવણી માટે સમન્સ જારી કર્યા હતા પણ તેઓ હાજર થયા નહોતા. કોર્ટે ફરિયાદીને રૃ.૩.૭૨ લાખનું વળતર અપાવાનો આદેશ આપ્યો છે. કોર્ટે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળ આરોપીને દોષીત જાહેર કરીને ં ત્રણ મહિનાની જેલ ફટકારાઈ હતી.
અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં સાત વર્ષથી કેસ ચાલી રહ્યો હતો. જેમાં બિનજામીનપાત્ર વોરન્ટ પણ જારી કરાયા હતા. તેમ છતાં અંતિમ સુનાવણીમાં હાજરી નહીં આપતાં કોર્ટે સંબંધી પોલીસ સ્ટેશનમાં આરોપીની ધરપકડ કરવામાં આવે અને ફરિયાદીને આગામી ત્રણ મહિનામાં ૩.૭૨ લાખની રકમ આપવામાં આવે એવો નિર્દેશ કોર્ટે આપ્યો છે. આ મુદતમાં રકમ નહીં આપવામાં આવે તો ત્રણ મહિનાની વધુ જેલ ભોગવવાની રહેશે.
કોવિડ-૧૯ કાળમાં આર્થિક ભીંસમાં આવેલા વર્માએ પોતાની ઓફિસ પણ વેચી નાખવી પડી હતી. ૨૦૨૨માં વર્માને રૃ. પાંચ હજારના પર્સનલ બોન્ડ પર જામીન અપાયા હતા. જોકે સજાની સુનાવણીમાં મેજિસ્ટ્રેટ વાય. પી. પૂજારીએ સ્પષ્ટતા કરી હતી કે વર્માએ સુનાવણી દરમ્યાન કોઈ સમય જેલમાં વિતાવ્યો ન હોવાથી કોઈ સમય સજા સામે સરભર કરી શકાય તેમ નથી.
વર્માએ નિવેદનમાં જણાવ્યું હતું કે અંધેરી કોર્ટમાં ચાલી રહેલા કેસ સંબંધે સ્પષ્ટતા કરવા માગું છું કે રૃ.૨.૩૮ લાખની રકમનો સાત વર્ષ જૂનો કેસ છે. જે ભૂતપૂર્વ કર્મચારી સંબંધી છે. નજીવી રકમ નહીં ચૂકવવાનો પ્રશ્ન નથી પણ ખોટી રીતે ફસાવીને શોષણ નહીં થવા દેવાની વાત છે. હાલ હું આટલું જ કહી શકું છં કેમ કે પ્રકરણ કોર્ટમાં છે.