થાણેમાં શૈક્ષણિક સંસ્થાના ડાયરેક્ટર 1.10 લાખની લાંચ લેતા ઝડપાયા
એસબીએ છટકુ ગોઠવીને આરોપીને પકડયો
આરોપીએ કર્મચારીનો બે વર્ષથી ઈન્ક્રીમેન્ટ રોકી રાખ્યુ હતું જેને પુનઃસ્થાપિત કરવા માટે પૈસા માંગ્યા
મુંબઇ : થાણેમાં એન્ટી કરપ્શન બ્યુરોએ એક જાણીતી શૈક્ષણિક સંસ્થાના ડિરેક્ટરની વાર્ષિક પગારમાં વધારો કરવા માટે કર્મચારી પાસેથી રુ. ૧.૧૦ લાખની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ફરિયાદીનું પગાર વધારો બે વર્ષથી અટક્યો હતોં. તેથી પગારમાં વધારાને પુનઃસ્થાપિત કરાવવા માટે આરોપી જે થાણેના શહાપુરમાં શૈક્ષણિક સંસ્થાના ડિરેક્ટર અને સંયુક્ત સચિવ છે.
તેમણે કથિત રીતે કર્મચારી પાસેથી રુ. ૧.૧૦ લાખની માંગણી કરી હતી. આ ઘટના બાદ કર્મચારી આરોપીની માંગ સ્વીકારવા માંગતો ન હતો અને લાંચ આપવા માંગતો ન હોવાથી. તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને ખીલવણી વિસ્તારમાં સ્કૂલ પાસેના બસ સ્ટોપ પાસે આરોપી લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો.
આ બાદ, એસીબીએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.