પાંચ વર્ષ જૂના ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં દિલીપ તાહિલને બે માસની કેદ
- ઓટોને ટક્કર મારતાં મહિલા સહિત બે ઘવાયા હતા
- દિલીપ તાહિલે ભાગવાની કોશીશ કરી હતી પણ ગણપતિ વિસર્જનના ટ્રાફિકમાં અટવાઈ ગયો હતો
મુંબઈ : બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા દલીપ તાહિલને પાંચ વર્ષ જૂના ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસમાં એક મેજિસ્ટ્રેટ કોર્ટે બે મહિનાની સાધારણ કેદની સજા સંભળાવી છે ૨૦૧૮ની સાલમાં દિલીપ તાહિલે નશાની હાલતમાં કાર ચલાવી એક ઓટો રિક્ષાને ટક્કર મારી હતી જેમાં એક મહિલા સહિત બે જણને ઈજા થઈ હતી.
આ ઘટના બાદ એક એક્સપર્ટ ડોકટર દ્વારા શેર કરવામાં આવેલ મેડિકલ રિપોર્ટને આધારે કોર્ટે તાહિલને સજા ફટકારી હતી. ડોકટરે આ પ્રકરણે કોર્ટને સુપ્રત કરેલ મેડિકલ રિપોર્ટને સત્ય માની કોર્ટે દિલીપ તાહિલને સજા જાહેર કરી હતી. આ સંદર્ભે ડોકટરે સુપ્રત કરેલ રિપોર્ટ અનુસાર એક્ટર દિલીપ તાહિલ કાર ચલાવતી વખતે નશામાં હતા અને ઠીકથી ચાલી શકતા નહોતા. આ સિવાય તેમના મોંઢામાંથી દારૂની વાસ આવી રહી હતી તેમ જ એક્ટરના આંખોની કીકી પણ ફેલાયેલી હતી. આ તમામ વાતોને ધ્યાનમાં રાકી મેજિસ્ટ્રેટે એક્ટર દલીપ તાહિલને દોષી ઠેરવી બે મહિનાની જેલની સજા સંભળાવી હતી.
આ ઘટના મુંબઈના પરાં ખારમાં ૨૦૧૮માં બની હતી. તાહિલે દારૂના નશામાં કાર હંકારી એક રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્મૈાતમાં ખારમાં રહેતા જેનિતા ગાંધી (ઉ.વ. ૨૧) અને ગૌરવ ચુઘને ઈજા પહોંચી હતી. આ ઘટના રાત્રે નવ વાગ્યાની આસપાસ બની હતી. તાહિલની કારે રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં સવાર જેનિતાને પીઠ અને ગર્દનમાં જોરદાર ઝડટકો લાગતાં ઈજા થઈ હચી. આ ઘટના બાદ જેનિતા ગાંધી અને ચુગ ઓટો રિક્ષામાંથી નીચે ઉતર્યા હતા અને તેમણે તાહિલની કારને સાંતાક્રુઝની દિશામાં ભાગવાની કોશિશ કરતા જોઈ હતી. દલીપ તાહિલે કથિત રીતે ઘટના સ્થળેથી ભાગી જવાની કોશિશ કરી હતી. પણ ગણેશ વિસર્જનને લીધે થયેલા ટ્રાફિક જામને તેઓ ભાગવામાં એસફળ રહ્યા હતા દિલિપ તાહિલ સામે બેદરકારીથી કાર હંકારી ઈજા પહોંચાડવા સંદર્ભે અને મોટર વેહિકલ એક્ટની કલમ ડ્રીંક એન્ડ ડ્રાઈવ હેછળ ગુનો નોંધી પોલીસેે આગળની કાર્યવાહી હાત ધરી હતી.