દિલીપ કુમારની બાંદરાના પાલીહીલ વિસ્તારની પ્રોપર્ટી 172 કરોડ રૃપિયામાં વેચાઇ
આ જગ્યામાં બંધાનારા બિલ્ડિંગમાં દિલીપકુમારનું મ્યુઝિયમ 2000 સ્કે. ફૂટમાં હશે
મુંબઇ : દિલીપ કુમારનો બાંદરાના પાલીહીલ વિસ્તારમાં આવેલો બંગલો રૃપિયા ૧૭૨ કરોડ રૃપિયામાં વેંચાઇ ગયો છે. આ બંગલો સમુદ્ર કિનારે આવેલો હતો અને ટ્રિપલેક્સ એપાર્ટમ્ન્ટમાં હતો. હવે આ બંગલાનું રિડવલેપમેન્ટ કરવામાં આવવાનું છે.
સ્વ. દિલીપ કુમરાના પાલીહીલ વિસ્તારના આ બંગલાનો સોદો રિયલ એસ્ટેટમાંનો એક સૌથી મોટો સોદામાંનો છે. આ ટ્રિપલેક્સ અપાર્ટમેન્ટને રૃપિયા ૧૭૨ કરોડ રૃપિયામાં વેચવામાં આવ્યો છે. આ સંપત્તિની કિંમત ૧.૮૧ લાખ રૃપિયા સ્કે. ફૂટ છે. આ બંગલાને તોડી પાડીને એક બહુમાળી મકાન બાંધવાનું છે.
ઇમારતના ૯,૧૦ અને ૧૧મા માળ પર આવેલા આ એપાર્ટમેન્ટસ નો કાર્પેટ એરિયા ૯,૫૨૭ સ્કે. ફૂટ છે. અને તેની કિંમત ૧૫૨ કરોડ રૃપિયાઆંકવામાંઆવી છે. આ સંપત્તિનાી સ્ટેમ્પ ડયુટી માટે ૯.૩૦ કરોડ રૃપિયા અને રજિસ્ટ્રેશન માટે રૃપિયા ૩૦,૦૦૦ ચુકવવામાં આવ્યા છે. ે
પુનઃવિકસિત ઇમારતમાં દિલીપ કુમારને સમર્પિત ૨,૦૦૦ સ્કે. ફૂટનું મ્યુઝિયમ પમ બનાવામાં આવશે તેમજ ચારઅને પાંચ બેડરૃમના લકઝરી એપાર્ટમેન્ટ પણ હશે. ભોંયતળિયે બનાવામાં આવનાર મ્યુઝિય સ્વ. દિલીપ કુમારની પત્ની અને પીઢ અભિનેત્રી સાયરા બાબોના દેખરેખ હેઠળ બનાવામાં આવશે.
સ્વ. દિલીપ કુમારની આ સંપત્તિ લાંબા સમયથી કાયદાકીય ચુંગલમાં ફસાઇ હતી. પરંતુ ૨૦૧૭માં દીલિપ કુમાર અને સાયરાબનો કેસ જીતી ગયા હતા અને તેમણે પોલીસ તરફથી બંગલાની ચાવીઓ મળી ગઇ હોવાનું જણાવ્યું હતું. ૨૦૨૧માં દિલીપ ુારનું નિધન થઇ ગયું હતું અને ૨૦૨૩માં આ આલીશાન બંગલાનો ટાવર બનાવામાં આવશે તેમ જણાવામાં આવ્યુ ંહતું.