Get The App

દોહિત્રીના લગ્નમાં ડાન્સ કરવા જતાં ધર્મેન્દ્ર ઘાયલ

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
દોહિત્રીના લગ્નમાં ડાન્સ કરવા જતાં ધર્મેન્દ્ર ઘાયલ 1 - image


2 સપ્તાહ સુધી પથારીવશ રહેવું પડશે

બોબી દેઓલે હવે  પિતાની તબિયત સુધારા પર હોવાનું કન્ફર્મ કર્યું

મુંબઇ,તા. ૭

અભિનેતા ધર્મેન્દ્રને પોતાની દૌહિત્રીના લગ્નમાં ડાન્સ કરતી વખતે ઈજા થઈ હતી અને તેને બે સપ્તાહ સુધી પથારીવશ રહેવા જણાવાયું છે. 

  ધર્મેન્દ્રને પીઠ અને પગમાં માર વાગ્યો છે અને હાલ પથારીમાં આરામ કરી રહ્યો છે.

 ધર્મેન્દ્રની દીકરીની દીકરીનાં લગ્ન ઉદયપુરમાં યોજાયાં હતાં. ત્યાં તેને ઈજા થઈ હતી. ત્યારથી તે સતત પથારીવશ છે. જોકે, બોબી દેઓલે બાદમાં કન્ફર્મ કર્યું હતું કે ધર્મેન્દ્રની હાલત હવે ઘણી સારી છે અને તે હાલ સંપૂર્ણપણે પોતાની તબિયતની કાળજી રાખે છે. 

ધર્મેન્દ્રએ થોડા દિવસો પહેલાં પોતાના પગે પાટો બાંધેલી હાલતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો પરંતુ તેમાં કોઈ ખાસ વિગતો આપી ન હતી.



Google NewsGoogle News