ધનુષે નયનતારા અને વિજ્ઞોશ વિરુદ્ધ કેસ કર્યો
3 સેકન્ડના દ્રશ્યના કારણે અભિનેત્રી ફસાઈ ગઇ
મુંબઇ : ધનુષ અને નયનતારા વચ્ચેનો વિવાદ પુરો થવાની બદલે દિવસે-દિવસે વધતો જ જાય છે. હવેે ધનુષે નયનતારા અને વિજ્ઞોશ વિરુદ્ધ કેસ કર્યો છે. વાત એમ બની છે કે, હાલમાં જ નેટફ્લિકસ પર નયનતારાની ડોક્યુમેન્ટ્રી આવી હતી. જેમાં ધનુષની એક ફિલ્મમાનાં ૩ સેકન્ડની એક ક્લીપ દેખાડવામાં આવી હતી. ધનુષે નેટફ્લિક્સને આ ક્લિપ દૂર કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું જેનાથી નયનતારા ભડકી ગઇ હતી. હવે બન્નેના વિવાદને લઇને અપડેટ છે કે, ધનુષે મદ્રાસ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે અને નયનતારા તેમજ તેના ડાયરેકટર પતિ વિજ્ઞોશ શિવન પર કેસ ઠોકી દીધો છે.
ધનુષની રાજા વંડરબાર ફિલ્મ્સ પ્રાઇવેટ લિમેટેડે નયનતારા અને વિગ્નેશ શિવન , તેમની રાઉડી કિચક્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય બેના વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટમાં એક સિવિલ કેસ નોંધાવ્યો છે. જેમાં તેણે ડોક્યુમેન્ટ્રીમાં તેની ફિલ્મના દ્રશ્યોનું તેની મંજૂરી વગર ઉપયોગ કરવાનો આરોપ લગાડયો છે.
નયનતારાની આ ડોક્યુમેનટ્રી ૧૮ નવેમ્બનરા રોજ નેટફ્લિકસ પર રિલીઝ થઇ હતી આ પછી દિવસે-દિવસે તેમની વચ્ચે વિવાદ વધી રહ્યો છે. નયનતારાએ એક લાંબીલચક પોસ્ટ શેર કરીને જણાવ્યુ ંહતું કે, ધનુષે ડોક્યુમેનટ્રીમાં ૩ સેકન્ડના વિડીયોનો ઉપયોગકરવા માટે રૃપિયા ૧૦ કરોડની માંગણી કરી હતી. ધનુષે નેટફ્રિક્સને ૨૪ કલાકનો સમય આપીને એ ક્લિપ હટાવવાનું કહ્યુ ંહતું. અને જો એમ નહી ંકરવામાં આવે તો કેસ ફાઇલ કરવાની ધમકી આપી હતી.