દેશના વિખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાને ધમકી આપનારા ઉચ્ચ શિક્ષિત યુવકની અટકાયત

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
દેશના વિખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાને ધમકી આપનારા ઉચ્ચ શિક્ષિત યુવકની અટકાયત 1 - image


મુંબઇ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ધમકી ભર્યો ફોન

માનસિક રીતે બીમાર યુવક પાંચ દિવસથી ઘરેથી ગાયબ હતો

મુંબઇ: મુંબઇ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરી ધમકીભર્યો કોલ આવતા ચકચાર જાગી છે. આ વખતે મુંબઇ પર હુમલો કે બ્લાસ્ટના બદલે પીઢ ઉદ્યોગપતિ રતનટાટા બદલ ધમકી આપવામાં આવી હતી. રતન ટાટાની સુરક્ષા વધારવી જોઇએ નહીંતર તેમની હાલત પણ સાયરસ મિસ્ત્રી જેવી થઇ શકે છે એવી અજાણ્યા આરોપીએ ફોન પર ધમકી આપતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

 પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી ધમકી આપનાર યુવકને પકડી લીધો હતો. આરોપી મનોરોગી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે. બીજી તરફ રતન ટાટાની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. અજાણ્યા આરોપીએ મુંબઇ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને ટાટા ગુ્રપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાની સુરક્ષા વધારવાની ચેતવણી આપી હતી.

રતન ટાટાની હાલત સાયરસ મિસ્ત્રી જેવી થઇ શકે છે એમ પણ કોલ કરનારે જણાવ્યું હતું.  ધમકીભર્યા ફોન બાદ મુંબઇ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ હતી. રતન ટાટાની સુરક્ષાની દેરરેખ રાખવા માટે એક ટીમને સૂચના આપવામાં આવી હતી. જ્યારે બીજી ટીમે ધમકી આપનાર વ્યક્તિને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. 

પોલીસે અજાણ્યા આરોપીને ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ હતો. પછી પોલીસે ટેકનિકલ પુરાવા અને ટેલિફોન કંપનીની મદદથી કોલ કરનારને ટ્રેસ કર્યો હતો. તેનું લોકેશન કર્ણાટક હોવાનું જાણવા મળ્યું હતું.  ધમકી આપનાર પુણેનો રહેવાસી હતો પુણેમાં પોલીસે તેના ઘર પર દરોડો પાડયો હતો. ત્યારે વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી હતી. આરોપી પાંચ દિવસથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે તેની પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસને તપાસમાં માલૂમ પડયું હતું કે કોલર સ્ક્રિઝોફેનિયાથી પીડાતો હતો. તે કોઇને જાણ કર્યા વિના ઘરેથી ફોન લઇને જતો રહ્યો હતો. આ ફોનથી તેણે ધમકી આપી હતી. આરોપી ઉચ્ચશિક્ષિત છે. તેણે ફાઇનાન્સમાં એમબીએ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. 


Google NewsGoogle News