જિમ, સ્વીમીંગ પૂલ સહિતની એમેનિટિઝની વિસ્તૃત વિગતો જાહેર કરવી પડશે
બિલ્ડરો દ્વારા માત્ર આછેરો ઉલ્લેખ ચાલશે નહીં
મહારેરાની હિલચાલઃ સાઈઝ, ક્યારથી શરુ થશે વગેરે સહિતની બધી જ વિગતો સેલ એગ્રીમેન્ટમાં દર્શાવવી પડશે
મુંબઇ : હાઉસિંગ પ્રોજેક્શમાં મળનારી જિમખાના, સ્વીમીંગપુલ, કમ્યુનિટી સેન્ટર જોગિંગ/ વોર્કિંગ ટ્રેક વિગેરે એમેનિટિસની વિગતો જણાવવી ટુંક સમયમાં ફરજિયાત બનાવવામાં આવશે. એમેનિટિસ ક્યારથી શરૃ કરાશે તેની અંતિમ તારીખ પણ ડેવેલોપર્સે જણાવવાની રહેશે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિયમનકાર મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (મહારેરા)એ એક નિવેદનમાં કહ્યું છે કે સુવિધાઓ અને અન્ય વિશેષ એમેનિટીસ અંગેની અચોકસ્તાઓ દૂર થઇ શકે તે માટે માપદંડોની દરખાસ્ત મહારેરાએ રજૂ કરી છે. સ્પષ્ટીકરણના અભાવથી અપેક્ષાએ અધૂરી રહેવાથી વિવાદો ઉભા થવાની સંભાવના છે તેવું મહારેરાએ કહ્યું છે.
મોડેલ એગ્રીમેન્ટ ફોર સેલનું શિડયુઅલ ટુ સુવિધાઓ અને વિશેષ એમેનિટિસનો ફક્ત ઉલ્લેખ કરે છે પણ વિગતો અને ક્યારથી શરૃ કરાશે તેનો ઉલ્લેખ ટાળે છે. મહારેરાએ નિવેદનમાં કહ્યું છે ''સુવિધાએ ક્યારથી રહેવાસીઓ માટે શરૃ કરાશે તે ચોક્કસ તારીખ જણાવવું સૂચિત આદેશમાં ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
સ્વિમિંગ પુલ, બેડમિન્ટન કોટેસ, ટેનિસ કોટર્સ, ટેબલટેનિસ રૃમ, સ્કવોશ કોટર્સ, જિમખાના, ઓડિટોરિયમ, સોસાયટીની ઓફિસ વિગેરેની સાઇઝ અને ક્યારથી ઉપલબ્ધ થશે તેની વિગતો પણ ડેવલોપર્સે આપવી પડશે. એગ્રીમેન્ટ ફોર સેલમાં આ માહિતી આપવા ફરજિયાત બનાવવાની વિચારણા છે.
ફોર્સ મેઝર (કાબૂ બહારના સંજોગો જે કરાર પૂરો થતા અટકાવી શકે), લાયેબિલિટી પિરિયડ (જવાબદારીનો સમયગાળો, કાર્પેટ એરિયા, કન્વીપેન્સ, પાર્કિંગની વિગતો જેમ ફરજિયાત છે તે જ રીતે એમેનિટિસની વિગતો આપવી પણ ફરજિયાત બનાવવામાં આવશે. મહારેરાની વેબસાઇટ પર સૂચિત મુસદ્દો જોઇ શકાશે અને ૨૭મી મે સુધીમાં સૂચનો અને વાંધાઓ મહારેરાએ મંગાવ્યા છે.