Get The App

ધમકીઓ છતાં પણ સલમાન ડિસે.માં દુબઈ ટૂર પર જશે

Updated: Oct 24th, 2024


Google News
Google News
ધમકીઓ છતાં પણ સલમાન ડિસે.માં દુબઈ ટૂર પર જશે 1 - image


દબંગ રિલોડેડ ટૂર કેન્સલ નહીં કરે

સલમાન સાથે જેક્લીન, સોનાક્ષી, પ્રભુ દેવા સહિતના કલાકારો પણ સામેલ થશે

મુંબઈ :  સતત મળી રહેલી ધમકીઓ છતાં પણ સલમાન ખાને આગામી ડિસેમ્બરની તેની દૂબઈની ટૂર કેન્સલ નહીં કરવાનું નક્કી કર્યું છે. તે દુબઈ ઉપરાંત જેદ્દાહ તથા દોહા શહેરોમાં દબંગ રિલોડેડ ટાઈટલ હેઠળ ટૂર કરવાનો છે. 

સલમાનની આ ટૂરમાં તેની સાથે જેકલીન ફર્નાન્ડિઝ, સોનાક્ષી સિંહા, આસ્થા ગિલ, સુનીલ ગ્રોવર, પ્રભુ દેવા અને મનીષ પોલ પણ સામેલ થવાના છે. 

સલમાનને બિનજરુરી પ્રવાસ નહીં કરવાની તથા કોઈ ઈવેન્ટમાં હાજરી નહીં આપવાની સૂચના અપાઈ છે. આમ છતાં પણ સલમાને તેના પ્રોફેશનલ કમીટમેન્ટસ જાળવી રાખવાનું નક્કી કર્યું છે. 'સિંઘમ અગેઈન'માં તેનો કેમિયો રદ કરવો પડે તેવી સ્થિતિ હતી પરંતુ ૧૫૦ સિક્યોરિટી જવાનોના કાફલા સાથે તેણે આ કેમિયોનું શૂટિંગ કર્યું હતું. તે જંગી બંદોબસ્ત સાથે 'બિગ બોસ'નું શૂટિંગ પણ જારી રાખ્યું છે.


Tags :
SalmangoDubai

Google News
Google News