નવાઝની ત્યક્તા પત્ની આલિયાને દૂબઈની ડિપોર્ટેશનની નોટિસ

Updated: Sep 8th, 2023


Google NewsGoogle News
નવાઝની ત્યક્તા પત્ની આલિયાને  દૂબઈની ડિપોર્ટેશનની નોટિસ 1 - image


દુબઈનાં ઘરનું ભાડું નથી ભર્યું

એક્ટિંગમાંથી બ્રેક લીધા બાદ જાહેર પ્રવૃત્તિઓ વધારતાં અટકળો વ્યાપક બની

મુંબઇ :  નવાઝુદ્દિન સિદ્દિકીની ત્યક્તા પત્ની આલિયાને દુબઈ સરકારે ડિપોર્ટેશનની નોટિસ ફટકારી છે. આલિયાનાં ઘરનું ભાડું નહીં ભરાયું હોવાથી આ નોટિસ અપાઈ છે. આલિયા આ બાબતે ભારતીય દૂતાવાસની મદદ લે તેવી સંભાવના છે. 

નવાઝ અને આલિયાનાં બાળકો દુબઈમાં શિક્ષણ લઈ રહ્યાં છે. આલિયાએ ૨૭,૧૮૩ દિરહામનું ભાડું નહીં ભર્યું હોવાથી તેને ાનોટિસ ફટકારાઈ છે. 

આલિયાએ એવી પણ માંગ કરી છે કે આ ઘરનું એગ્રીમેન્ટ નવાઝે પોતાના નામે કરાવી લેવું જોઈએ. 

આલિયા અને નવાઝ વચ્ચે પારિવારિક વિખવાદનો મામલો બોમ્બે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. આલિયાએ નવાઝના મુંબઈના ઘરે પ્રવેશની માગણી કરી હતી પણ નવાઝની માતાએ તેને અંદર આવવા ન દીધી હોવાનું કહેવાય છે. આ વિખવાદથી કંટાળી નવાઝ થોડા સમય માટે હોટલમાં રહેવા જતો રહ્યો હતો.



Google NewsGoogle News