Get The App

માતાના મઢ જવા મુંબઈથી આજે ક્ચ્છી ભાવિકોનું સાયકલ પર પ્રયાણ

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
માતાના મઢ જવા મુંબઈથી આજે ક્ચ્છી ભાવિકોનું સાયકલ પર પ્રયાણ 1 - image


મુંબઈથી શ્રદ્ધાળુઓના જુદા જુદા સંઘ 900થી વધુ કિમીનું અંતર કાપશે

29 વર્ષથી મુંબઈથી પગપાળા સંઘ જાય છે, આ વખતે પદયાત્રીઓ ગઈ તા. 20મીએ જ રવાના થઈ ગયા

મુંબઇ :  નવલા નોરતામાં કચ્છ માતાને મઢ પહોંચવા માટે આશાપુરા માતાજીના અનેક ભક્તો આવતીકાલે  સાઇકલ ઉપર કચ્છ ભણી વિદાય થશે. મુંબઇથી પગપાળા કચ્છ જવા માટે ઘણા યાત્રાળુઓ ગયા મહિનાની ૨૦મીએ જ નીકળી ગયા હતા.

શ્રી આશાપુરા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દાદર પૂર્વમાં હિન્દમાતાથી માતાના મઢ સુધીની સાઇકલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે સાંજે દાદર પૂર્વની હાલારી વિશા ઓશવાળ સમાજ વાડીમાં પ્રસ્થાન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આમંત્રિત મહેમાનો દ્વારા લીલી ઝંડી ફરકાવી સાઇકલયાત્રીઓને વિદાયમાન આપવામાં આવશે. મુંબઇ અને કચ્છના સામાજિક ક્ષેત્રે સક્રિય આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

આવી જ રીતે શ્રી આશાપુરા પદયાત્રા સંઘ મુંબઇ-અંધેરીના નેજા હેઠળ સાઇકલયાત્રીઓ આવતી કાલે વિદાય થશે અને પહેલે નોરતે માતાને મઢ પહોંચશે. ભચાઉ તાલુકાના નવા કટારિયા ગામના કમલેશ ખીમજી રાવરિયાઅ જણાવ્યું હતું કે અમારા સંઘના પદયાત્રીઓ તો ગઇ ૨૦મી સપ્ટેમ્બરે મુંબઇથી નીકલી  ગયા છે. છેલ્લા ૨૯ વર્ષથી માતાજીના ભક્તો પગપાળા કચ્છ જાય છે સંઘ તરફથી આ વખતે પહેલી વાર સાઇકલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મિની-કચ્છ મુલુન્ડ, ઘાટકોપર  અને કચ્છી-ગુજરાતીની બહોળી વસમી ધરાવતા  પશ્ચિમના ઉપનગરના માતાજીના ભક્તો પણ નવરાત્રીમાં આશાપુરા માતાના ચરણોમાં પહોંચવા નીકળી  ગયા છે.



Google NewsGoogle News