દક્ષિણ મુંબઇના ઝવેરી પાસેથી વસૂલી કરવાના આરોપસર મહિલા પોલીસ અધિકારી સહિત 3 સામે વિભાગીય તપાસ શરૃ
ઝવેરીને ચોરીની બંગડી ખરીદવાના કેસમાં ફીટ કરવાની ધમકી આપી
ઝવેરીએ પોલીસ ઉચ્ચાધિકારીઓ અને રાજ્યના માનવ અધિકાર પંચ સમક્ષ ફરિયાદ કર્યા બાદ કાર્યવાહી
મુંબઇ : દક્ષિણ મુંબઇના એક ૩૩ વર્ષના ઝવેરી પાસેથી ગેરકાય ે પૈસાની વસૂલી કરવાના આરોપસર આઝાદ મેદાન પોલીસે એક મહિલા અધિકારી (પોલીસ સબ ઇન્સ્પેકટર) સહિત કુલ ત્રણ જણ સામે વિભાગીય તપાસ હાથ ધરી છે. ઝવેરી સાથે કથિત રીતે ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર વસૂલીનું આ પ્રકરણ સામે આવ્યા બાદ પીએસઆઇ કાજલ પાનસરે અને કોન્સ્ટેબલ રાજેશ પાલકર તેમજ સુદર્શન પુરી સામે સિનિયર ઇન્સ્પેકટરને તપાસનો આદેશ ઉચ્ચાધિકારીઓએ આપ્યો છે. ડિટેકશન સ્ટાફ પાલકર અને પુરીની ટ્રાન્સ્ફર કરી દેવામાં આવી છે. આ તમામ લોકોના નિવેદન નોંધી વિગતવાર રિપોર્ટ વરિષ્ઠ અધિકારીઓને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર દક્ષિણમુંબઇના એક ઝવેરી નિશાંત જૈને રાજ્યના માનવાધિકાર પંચ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સમક્ષ 'વસૂલી' બાબતે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ ઘટના બાબતે તપાસ શરૃ કરવામાં આવી છે. જૈન અનુસાર ૧ માર્ચના રાત્રે અંદાજે પોણાનવ વાગ્યે આ ત્રણેય પોલીસકર્મી તેની દુકાનમાં આવી ચડયા હતા અને સોનાની બંગડીની ચોરી પ્રકરણે તપાસ શરૃ કરી તેમની પૂછપરછ કરી હતી.
આ સમયે જૈને પોતે કોઇ ચોરીની ઘટનામાં સંડોવાયેલા ન હોવાની સ્પષ્ટતા કરી હતી. પણ લક્ષ્મી આને તેની પુત્રી પંદીમાં ચૌહાણ નામની બે મહિલાએ તેના પાસે ૧૦ ફેર્બુઆરીના રોજ રૃા.૧૮ હજારની મૂલ્યની બંગડી ગિરવે મૂકી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. આ ઘટના બાદ જૈનને હોવાનું સ્પષ્ટ કર્યું હતું. આ ઘટના બાદ જૈનને પોલીસ સ્ટેશનમાં વધુ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જૈન તેમના પિતા અને નાના ભાઇ સાથે પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે ઉક્ત ત્રણેય જણ તેમને ડિટેકશનરૃમમાં લઇ ગયા હતા અને તેમને ધમકાવ્યા હતા તેવો આરોપ જૈને કર્યોહતો. એક પોલીસકર્મીએ હાથમાં પટ્ટો પકડી રાખી તેનું નામ પૂછ્યું હતું. આ સમયે પોલીસ કર્મીઓએ તેમની સામે કેસ નોંધે કે તેમની ધરપકડ કરવામાં આવે તેવું પૂછ્યું હતું. જૈને પોલીસોને જણાવ્યું હતું કે તે તપાસમાં સાથ આપવા અને બંગડી પાછી આપવા તૈયાર છે પણ તેને આ વસ્તુ પાછી મેળવવા પંચનામું કરી 'સીઝર રિપોર્ટ' આપવામાં આવે તેવી માગણી કરી હતી.
આ વાતથી પોલીસો ભડક્યા હતા અને તેને ચોરીની મતા ખરીદવાની કલમ હેઠળ ધરપકડ ક રવાની ધમકી આપી હતી. ત્યાર બાદ મહિલા અધિકારી સાથે વાત થઇ હોવાનું જણાવી ૫૦ હજાર રૃપિયાની માગણી કરી હોવાનો આરોપ જૈને કર્યો હતો. જૈને આ મતાનું પંચનામું કરવામાં આવે તેવી માગણી સતત ચાલુ રાખતા પોલીસો ઉશ્કેરાયા હતા અને ગુસ્સે થઇ તેમને અપશબ્દો કહ્યા હતા. અંતે જૈને તેમને ૨૫ હજાર રૃપિયા આપ્યા હતા અને ત્યારબાદ આ મામલે માનવઅધિકાર પંચ અને પોલીસ ઉચ્ચાધિકારીઓને ફરિયાદ કરતા ત્રણેય પોલીસકર્મીની વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી છે.