Get The App

નાલાસોપારામાં બાકીની 34 ઈમારતોનું તોડકામ શરુ : રહીશોનું પોલીસ સાથે ઘર્ષણ

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
નાલાસોપારામાં બાકીની 34 ઈમારતોનું તોડકામ શરુ : રહીશોનું પોલીસ સાથે ઘર્ષણ 1 - image


લોકો ઘર છોડવા તૈયાર ન હતા, પોલીસે એક એકને બળપૂર્વક ઊંચકીને બહાર કાઢ્યા

છોટા રાજન ગેંગના રાવે હોટેલના માલિકને મારી નાખવાની ધમકી આપી

મુંબઈ - નાલાસોપારામાં ૪૧ ગેરકાયદેસર ઈમારતોમાંથી બાકીની ૩૪ ઈમારતો પર કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી ત્યારે ખૂબ ભાવુક વાતાવરણ જોવા મળ્યું હતું. તોડકામ સામે રહીશોએ ઘરો તોડી પાડવાનો ભારે વિરોધ કર્યો હતો. પોલીસ બળનો ઉપયોગ કરીને રહીશોને બહાર કાઢીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિલંબને કારણે દિવસ દરમિયાન માત્ર એક જ ઈમારત ખાલી કરાવવામાં આવી હતી.

         નાલાસોપારા-ઈસ્ટના અગ્રવાલ નગરીમાં આરક્ષિત જમીન પરની ૪૧ અનધિકૃત ઈમારતોને તોડી પાડવાના આદેશ આપ્યા બાદ વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી શરૃ કરી છે. નવેમ્બર મહિનામાં સીન  ઈમારતો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીનો આગામી તબક્કો ગુરુવારથી શરૃ થયો છે. મહાનગરપાલિકાની ટીમે ભારે પોલીસ ફોર્સ સાથે કામગીરી શરૃ કરી હતી. પરંતુ, રહીશોએ ઘરો તોડી પાડવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પોલીસ બળનો ઉપયોગ કરીને રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ એક એક્સેવેટરની મદદથી ઈમારતને તોડી પાડવામાં આવી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં પ્રતિબંધક હુકમ પણ લાદવામાં આવ્યો છે.

          પરંતુ, મહાનગરપાલિકાની કાર્યવાહી ધીમી ગતિએ ચાલી રહી હતી. બપોર બાદ મહાપાલિકા દ્વારા લાવવામાં આવેલ પોકલેન મશીન પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેથી દિવસ દરમિયાન માત્ર એક જ ઈમારત ખાલી કરવામાં આવી હતી. રહેવાસીઓને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં વિલંબને કારણે કાર્યવાહીમાં પણ વિલંબ થયો હતો. જો કે, બાકીના ૩ દિવસમાં કાર્યવાહી કરવામાં આવશે અને તમામ ઇમારતો ખાલી કરાવવામાં આવશે, એમ વોર્ડ સમિતિ 'ડી'ના અસિસ્ટન્ટ કમિશનર મોહન શંખેએ જણાવ્યું હતું. 

રહેવાસીઓ તરફથી આક્રોશ અને ગુસ્સો 

મહાનગરપાલિકાએ અહીંના અજ હજારથી વધુ પરિવારોના ઘરો ખાલી કરવા માટે રહીશોને નોટિસ મોકલી હતી. આજે કરાયેલી કાર્યવાહીથી રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મહિલાઓએ ઘર ખાલી ન કર્યું હોવાથી પોલીસે તેમને બહાર કાઢવા માટે બળપ્રયોગ કર્યો હતો. બિલ્ડિંગમાં ૧૫ પરિવારો હતા જેમને ગુરુવારે બહાર કાઢવામાં આવ્યા હતા. રસ્તા પર પોતાનો સામાન જોઈ મહિલાઓના આંસુ રોકાય નહોતા. ચૂંટણી પહેલા અમને ખાતરી આપવામાં આવી હતી કે અમારા ઘરો તોડવામાં આવશે નહીં.         

          અહીંની એક મહિલા સોનલ પંચાલે કહ્યું કે,અમે મતદાન કર્યું હતું પરંતુ હવે ધારાસભ્ય રાજન નાઈકે અમારી તરફ મોં ફેરવી લીધું છે. અમારી પાસે વીજળીનું બિલ છે. અમે મ્યુનિસિપલ ભાડું ચૂકવીએ છીએ. અમે મહેનતના પૈસાથી ઘર ખરીદ્યું હતું. તો પછી હવે અમને કેમ બેઘર બનાવવામાં આવી રહ્યા છે, એવો સવાલ નિકિતા પરુલેકર નામની મહિલાએ કર્યો હતો. 

પરીક્ષા આપીને આવી  ત્યારે ઘરની જગ્યાએ કાટમાળ જોઈ તરુણી ભાંગી પડી

આ બિલ્ડિંગમાં રહેતી ૧૫ વર્ષીય ગરિમા ગુપ્તા યુવતી ધોરણ ૧૦માં ભણે છે. ગુરુવારે સવારે તે પરીક્ષા આપવા માટે સ્કૂલ ગઈ હતી. તેનું હિન્દીનું પેપર આપીને તે સ્કૂલથી પરત ફર્યા બાદ તેણે પોતાના ઘરને બદલે માટીનો ઢગલો જોયો અને તે પડી ભાંગ્યો હતો. હવે આપણે ક્યાં રહીશું? મારા પિતાએ ઘર ખરીદ્યું હતું. તે રડતા રડતા કહી રહી હતી કે, ભાજપ સરકાર બધાને ઘર આપવાના દાવા કરે છે પણ અમારું પોતાનું ઘર છીનવી લેવામાં આવ્યું છે. મારા મમ્મી-પપ્પા રડતા મારાથી જોવાય રહ્યું નહોતું.



Google NewsGoogle News