હમાસનું સમર્થન કરનારા પ્રોફેસરની ધરપકડની માગ

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
હમાસનું  સમર્થન કરનારા પ્રોફેસરની ધરપકડની માગ 1 - image


આઈઆઈટી બોમ્બેમાં બવાલ શમતો નથી

6 નવેમ્બરે આતંકવાદના સમર્થનમાં લેક્ચર આપનારા પ્રોફેસર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી

મુંબઈ :  શનિવારે વિરોધ પ્રદર્શન કરી રહેલા એક જૂથે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) બોમ્બે ખાતે એક પ્રોફેસર અને એક મહેમાન વક્તા સામે આતંકવાદના કથિત સમર્થન માટે પોલીસ કાર્યવાહીની માગણી કરી હતી. આ પ્રદર્શન સંસ્થાના મુખ્ય ગેટ નજીક થઈ રહ્યું હતું. વિરોધનો ઉદ્દેશ્ય એવા વિદ્યાર્થીઓ સાથે એકતા દર્શાવવાનો હતો કે જેમણે માનવતા અને સામાજિક વિજ્ઞાાન (એચએસએસ) વિભાગમાં આતંકવાદના કથિત સમર્થન સામે વાંધો ઉઠાવ્યો હતો.

વિરોધ પ્રદર્શન કરનારાઓએ આતંકવાદ અને હમાસના કથિત સમર્થનમાં નિવેદન આપનારા પ્રોફેસરો અને મહેમાન વક્તાઓ સામે કાર્યવાહીની માગણી કરી હતી. વિરોધ પ્રદર્શનમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ અન્ય નાગરિકો પણ સામેલ થયા હતા.

પ્રદર્શનકારીઓએ પ્રોફેસરની ધરપકડ ઉપરાંત પ્રોફેસર અને મહેમાન વક્તા વચ્ચે ફોન વાતચીતની તપાસ કરવાની પણ માગણી કરી હતી જેથી ૬ નવેમ્બરે આપેલા લેક્ચરના ગુપ્ત હેતુનો ખુલાસો થઈ શકે.

ઉલ્લેખનીય છે કે અગાઉ કેટલાક વિદ્યાર્થીઓએ પવઈ પોલીસ સ્ટેશનમાં હમાસ અને આતંકવાદના સમર્થનમાં મંતવ્ય વ્યક્ત કરનારા પ્રોફેસર અને મહેમાન વક્તા સામે લેખિત ફરિયાદ પણ કરી હતી.

આઈઆઈટી બોમ્બેએ ૭ નવેમ્બરે નિર્ધારીત દિલ્હી યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર દ્વારા ઈઝરાયેલ પેલસ્ટાઈનઃ ધી હિસ્ટોરિકલ કોન્ટેક્સ્ટ વિશેનું ભાષણ રદ કર્યું હતું. લેક્ચર રદ થવાથી એચએસએસ વિભાગના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સ્વતંત્રતાના નુકસાન વિશે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓના જૂથ આઈઆઈટી બોમ્બે ફોર જસ્ટીસ દ્વારા આઈઆઈટી બોમ્બે ખાતે શૈક્ષણિક સ્વતંત્રતા પર પ્રતિબંધ વિશે નિવેદન જારી કરાયું હતું.



Google NewsGoogle News