બેંગુલુરુના ટ્રાફિકના કારણે દીપિકાએ પગપાળા ચાલવું પડયું
દિલજીત દોસાંજના કોન્સર્ટના ટ્રાફિકમાં ફસાઈ
માતા બન્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાઈ, સ્ટેજ પર ભાંગડા ડાન્સ પણ કર્યો
મુંબઇ : દીપિકા પદુકોણ માતા બન્યા પછી પ્રથમ વખત જાહેરમાં દિલજીત દોસાંજની બેગલુરુ કોન્સર્ટમાં જોવા મળી હતી. બેંગ્લુરુમાં ભારે ટ્રાફિક અને તમેાં પણ કોન્સર્ટમાં આવી રહેલાં વાહનોનેે કારણે ચક્કાજામ હોવાથી દીપિકાએ થોડે દૂર જ વાહન છોડી પગપાળા જ કોન્સર્ટ હોલ સુધી જવું પડયું હતું.
બહુ લાંબા અરસા બાદ દીપિકાને જાહેરમાં જોઈ તેના ચાહકોમાં ભારે હરખ વ્યાપ્યો હતો. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે.
દીપિકાના પેરન્ટસ બેગલુરુમાં રહેે છે તેથી જ તે ત્યાંના ટ્રાફિકથી વાકેફ છે.
દીપિકાને જોતાં જ દિલજીતે તેને સ્ટેજ પર આવવાનું આમંત્રણ આપ્યુ ંહતું.ત્યારે દર્શકો ખુશખુશાલ થઇગયા હતા. દીપિકાએ સ્ટેજ પર જઇને દિલજીત સાથે હાથ મિલાવ્યા હતા. દીપિકાએ દિલજીતને કન્નડ બોલતાં પણ શીખવ્યું હતું.
દીપિકા બહુ જ સોમ્યતાથી સ્ટેજ પર આવી હતી અને એનર્જીથી ભરપુર હતી. તેણે ભાંગડા ડાન્સ પણ કર્યા હતા.