પ્લાસ્ટિકના ફુલો પર પ્રતિબંધનો નિર્ણય કર્યો છે? હાઈકોર્ટે કેન્દ્રનો જવાબ માગ્યો
સીપીસીબીબીની ભલામણ અંગે એફિડેવિટ કરવા નિર્દેશ
નિષ્ણાત કમિટીના મતે પ્લાસ્ટિકનાં ફૂલ પણ સિંગલ યૂઝ પ્લાસ્ટિક ગણાયઆથી તેના પર પ્રતિબંધના અમલ માટે અરજી
મુંબઈ : ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈ વાળા પ્લાસ્ટિકના ફૂલોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની યાદીમાં સમાવિષ્ટ કરવાની કેેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ની ભલામણને ધ્યાનમાં લીધી છે કે નહીં એનું સોગંદનામું દાખલ કરવા બોમ્બે હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે.
મુખ્ય ન્યા. ઉપાધ્યાય અને બોરકરની બેન્ચ સમક્ષ ગિફ્ટ કે ડેકોરેશન માટે વપરાતા કૃત્રિમ ફુલોના વપરાશ પર બંધી ઈચ્છતી રિટ અરજીની સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને અરજીના જવાબમાં સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.
વપરાશ અને વેચાણ પરપ્રતિબંધ મૂકવામાં કોઈ અડચણ હોવાનું જણાતું નથી, એમ બોમ્બે હાઈ કોર્ટે અગાઉ નોંધ કરી હતી.
આજે કોર્ટે નોંધ કરી હતી કે સીપીસીબીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ટ પેટ્રો કેમિકલ્સ દ્વારા ગઠીત નિષ્ણાતોની સમિતિએ પ્લાસ્ટિકના ફૂલોને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક આઈટમની યાદીમાં સમાવિષ્ટ કર્યા છે.આથી બોર્ડે કેન્દ્ર સરકારને યાદીમાં પ્લાસ્ટિકના ફૂલોનો સમાવેશ કરવાની વિનંતી કરી છે.
કેન્દ્ર સરકારના વકીલે ે જોકે કોર્ટને જણાવ્યું હતું કે નિષ્ણાતોની સમિતિએ પ્લાસ્ટિકના ફૂલોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુની યાદીમાં સમાવિષ્ટ કરવાની ભલામણ કરી નથી.
આથી કોર્ટે કેન્દ્ર સરકારના વકિલને બોર્ડના પત્રની વિગત પર સૂચના મેળવવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારને પણ બોર્ડે લખેલા પત્રમા ંકરાયેલી ભલામણ પર વિચારણા કરાઈ છે કે નહીં અને કોઈ નિર્ણય લીધો છે કે નહીં તે જણાવતું સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.
ગ્રોવર્સ ફ્લાવર્સ કાઉન્સિલ (જીએફસીઆઈ)એ ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના પુષ્પોના વપરાશને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.મહારાષ્ટ્ર પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ (એમપીસીબી)એ આઠ માર્ચ ૨૦૨૨નારોજ અપાયેલા જાહેરનામામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના વેચાણ, વિતરણ સંગ્રહ અને ઉત્પાદન પર પ્રતિબંધ લાદવાનું ફરમાન કર્યું હતું. પર્યાવરણ મંત્રાલયે પણ વિવિધ વસ્તુઓ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું બહાર પાડયું છે પણ તેમાં પ્લાસ્ટિકના પુષ્પોનો ઉલ્લેખ નથી. તેને પણ પ્રતિબંધિત વસ્તુમાં સામેલ કરવા જોઈએ, એવી દલીલ અરજદારે કરી હતી.
મહારાષ્ટ્ર નોન બાયોડિગ્રેડેબલ ગાર્બેજ (કન્ટ્રોલ) એક્ટ ૨૦૦૬ હેઠળ મહારાષ્ટ્ર સરકારને આવી વસ્તુના વપરાશ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું જારી કરવાની સત્તા છે. ૧૪ ઓક્ટોબર ૨૦૨૦ના એગ્રિકલ્ચર કમિશનરે પર્યાવરણ મંત્રાલયને પત્ર મારફત પ્લાસ્ટિકના પુષ્પોના વપરાશ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી.