કપિલ શર્મા, રાજપાલ યાદવ, સુગંધા મિશ્રા, રેમ ફર્નાન્ડિઝને હત્યાની ધમકી
પાકિસ્તાનથી આવ્યો ધમકીભર્યો ઇ-મેલ
વિષ્ણુ નામ ધારણ કરી કોઈએ મેઈલ મોકલ્યોઃ ધમકીને પબ્લિસિટી સ્ટંટ માનવાની બેવકૂફી ના કરશો તેવી ચિમકી
ધમકીભર્યો ઇ-મેલ પાકિસ્તાનથી આવ્યો છે જેમાં આ ધમકીને પબ્લિસિટી સ્ટંટ માનવાની બેવકૂફી ન કરવા જણાવવામાં આવ્યું છે જે સેલિબ્રિટીઓ ને ધમકી મળી છે તેવા કપિલશર્મા ઉપરાંત અભિનેતા રાજપાલ યાદવ, ગાયિકા/અભિનેત્રી સુગંધા મિશ્રા અને કોરિયોગ્રાફર રેમોડિસોઝાનો સમાવેશ થાય છે. આ સંબંધમાં મુંબઇ પોલીસે એફઆરઆર દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પાકિસ્તાનથી મળેલા ધમકીભર્યા ઇ-મેલમાં પોતાની ઓળખ 'વિષ્ણું' તરીકે આપનાર વ્યક્તિએ જણાવ્યું છે કે 'અમે તમારી તાજેતરની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ. અમે માનીએ છીએ કે તમારા ધ્યાન પર એક સંવેદનશીલ બાબત લાવવી જરૂરી છે આ કોઇ સાર્વજનિક સ્ટંટ કે તમને હેરાન કરવાનો પ્રયાસ નથી.
આ સંદેશને ગંભીરતાથી લ્યો અને તેને પબ્લિસિટી સ્ટંટ માનવાની બેવકૂફી ન કરતા.'
આ સાથે જ ધમકીભર્યો ઇ-મેલ મોકલનારે જો માંગણી પૂરી નહીં થાય તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.