તામ્હિણી ઘાટના ધોધમાં મિત્રોની નજર સામે જ તણાયેલા માજી જવાનનો મૃતદેહ મળ્યો

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
તામ્હિણી ઘાટના ધોધમાં મિત્રોની નજર સામે જ તણાયેલા માજી જવાનનો મૃતદેહ મળ્યો 1 - image


2 દિવસ પહેલાની ઘટનાનો વીડિયો વાયરલ થયો

40 ટ્રેકર્સ સાથે આવ્યા હતા, ભેખડ પરથી ધોધમાં ઝંપલાવ્યું બાદમાં ઉપર આવવા અનેક પ્રયાસો પણ છેવટે તણાઈ ગયો

મુંબઇ  :  તામ્હિણી ઘાટના ધોધમાં કૂદકો માર્યા બાદ પાણીના જોરદાર પ્રવાહમાં ડૂબી ગયેલા પુણેના એક ૩૮ વર્ષના યુવાનનો મૃતદેહ આ ઘટનાના બે દિવસ બાદ રાયગઢ જિલ્લાના માણગાવમાંથી મળી આવ્યો હતો. મૃતક સ્વપ્નિલ ધાવડે ભૂતપૂર્વ સૈન્ય કર્મચારી હતો અને ૩૦ થી ૪૦ લોકોના એક ટ્રેકિંગ જૂથ સાથે તામ્હિણી ઘાટમાં આવ્યોહતો. મૃતક સ્વપ્નિલના ડૂબી જવાનો વીડિયો માધ્યમોમાં મોટા પાયે વાયરલ થયો હતો.

આ  સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમા જણાય છે કે ં સ્વપ્નિલ એક ઉંચા ખડક પરથી  ધોધમાં કૂદકો મારે છે કૂદકો માર્યા બાદ તે એક ખડક પકડીને બહાર આવવાનો  પ્રયાસ કરે છે જોકે આ દરમિયાન તેનો હાથ છટકી જાય છે અને તે લપસીને ફરીથી પાણીમાં પડી જાય છે. ત્યાર બાદ પાણીના જોરદાર વહેણમાં તે ગુ્રપના સભ્યોના નજરથી દૂર પાણીમાં વહી જતો જોવા મળે છે ગુ્રપના અન્ય સભ્યો લાચાર બનીને આ સમગ્ર ઘટના જોતા નજરે પડે છે.

આ ઘટના બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમા પોલીસ અને સ્થાનિક પ્રશાસન સાથે વનવિભાગ અને શિવદુર્ગ ટ્રેકિંગ કલબના સ્વયંસેવકો પણ જોડાયા હતા. શનિવારે તેમજ રવિવારે ધાવડેને શોધવાના પ્રયાસ કર્યા હતા પણ તેની કોઇ ભાળ મળી નહોતી. દરમિયાન ધાવડેનો મૃતદેહ આજે રાયગઢ જિલ્લાના માણગાવમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ ધાવડેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હોવાનું પુણે ગ્રામિણ વિભાગના એશપી પંકજ દેશમુખે જણાવ્યું હતું.

આ સમગ્ર ઘટના બાબતે પુણેના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તુષાર ચવ્હાણે લોકોને સાવધાન કરવા જણાવ્યું હતું કે વરસાદની મોસમમાં જંગલો અને ટેકરીઓ તેમજ પાણીના ધોધની મુલાકાત લેતી વખતે વિશેષ કાળજી લેવી જરૃરી છે. અથવા આવી ઘટના બની શકે છે.



Google NewsGoogle News