દાઉદની 15 હજારની કિંમત ધરાવતી પ્રોપર્ટીની 2 કરોડમાં બોલી
સર્વે નંબર અંકશાસ્ત્રની રીતે લકી હોવાથી અનેકગણી બોલીનો બિડરનો દાવો
દાઉદના બાળપણના ઘર સહિત ચાર પ્રોપર્ટીની હરરાજીમાં બે માટે કોઈ બોલી જ ન આવી - દોઢ લાખની અન્ય પ્રોપર્ટી માટે 3.28 લાખની બોલી મળી
મુંબઈ,તા. ૫
દાઉદ ઈબ્રાહિમનાં બાળપણના ઘર તથા પરિવારની માલિકીના ખેતર સહિત રત્નાગીરી જિલ્લાની ચાર પ્રોપર્ટીની આજે મુંબઈમાં ઈનકમટેક્સ ઓફિસ ખાતે થયેલી હરરાજી રમિયાન ૧૫,૪૪૦ રુપિયાની અપસેટ પ્રાઈઝ ધરાવતી પ્રોપર્ટી માટે બે કરોડથી વધુની બોલી બોલાતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. આ બોલી મેળવનારા બિડરે ાવો કર્યો હતો કે આ પ્રોપર્ટીનો સર્વે નંબર અંકશાસ્ત્ર પ્રમાણે તેના માટે લકી હોવાથી પોતે અનેકગણી રકમ ચૂકવીને પણ આ પ્રોપર્ટી માટે બોલી લગાડી છે. ૧૭૦.૯૮ ચોરસ મીટરની ખેતીલાયક જમીન માટે ૨.૦૧ કરોડની બોલી લગાવવામાં આવી હતી.
નિયમ અનુસાર વિજેત બિડરની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.
મુંબઈના આયકર ભવનમાં સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (સંપત્તિ જપ્ત) કાયદા હેઠળ સક્ષમ અધિકારી આજે આ હરાજી યોજવામાં આવી હતી. આ હરાજીમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠાના રત્નાગીરી જિલ્લાના ખેડ તાલુકાના મુમ્બકે ગામમાં ં આવેલી કુલ ચાર મિલકતો દર્શાવવામાં આવી હતી. આ મિલ્કતો દાઉદની માતાના નામે હોવાનું કહેવાય છે. ચારમાંથી બે પ્રોપર્ટી માટે કોઈ બોલી આવી ન હતી. ૧૭૩૦ ચોરસ મીટરની ખેતીલાયક જમીન માટે ૧,૫૬, ૨૭૦ ની અપસેટ પ્રાઈઝ નક્કી થઈ હતી. તેના માટે મહત્તમ ૩.૨૮ લાખ રુપિયાની બોલી મળી હતી. એક પ્રોપર્ટી માટે ચાર અને અન્ય પ્રોપર્ટી માટે ત્રણ બોલી આવી.
હરાજી કરાયેલી નોંધપાત્ર વડીલોપાજત મિલકતોમાં દાઉદ ઈબ્રાહિમનું મુમ્બેક ગામમાં બાળપણનું નિવાસસ્થાન છે, જ્યાં તેનો જન્મ થયો હતો અને તેના પ્રારંભિક વર્ષો વિતાવ્યા હતા. સરકાર દ્વારા સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર એક્ટ, ૧૯૭૬ હેઠળ મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આ કાયદા હેઠળ સરકાર દાણચોરી તથા અન્ય ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરવામાં આવેલી મિલ્કતો વેચી શકે છે.
સરકાર દ્વારા ૧૯૯૩ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમ પાસેથી જપ્ત કરાયેલી મિલકતની પ્રારંભિક હરાજી ૨૦૦૦માં થઈ હતી. જોકે, ત્યારે તે હરાજી નિષ્ફળ ગઈ હતી.
નવેમ્બર ૨૦૨૦ માં, દાઉદ ઈબ્રાહિમના બાળપણના ઘર સહિત મુમ્બાકે ગામની ં છ મિલકતો હરાજી માટે મૂકવામાં આવી હતી. આ પહેલા, ૨૦૧૭ માં, સરકારે દક્ષિણ દિલ્હીમાં ઈબ્રાહિમની માલિકીની એક હોટલ સહિત ત્રણ સંપત્તિની હરાજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે કેટલાક અઠવાડિયા પહેલા, એવી અફવાઓ ફેલાઈ હતી કે ઈબ્રાહિમને તાત્કાલિક કરાચીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, માનવામાં આવે છે કે તેના ખોરાકમાંથી ઝેર આપવામાં આવ્યું હતું અને તે જીવલેણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો. જો કે, પાકિસ્તાની સત્તાવાળાઓએ આ અહેવાલોને સત્તાવાર રીતે માન્યતા આપી નથી.
તબિયત બગડવાને કારણે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હોવાના દાવા સાથે કડક સુરક્ષાના પગલાં હેઠળ હોસ્પિટલમાં ઈબ્રાહિમની હાજરી સૂચવતી અટકળો ઊભી થઈ હતી. તેમ છતાં, તેમના વિશ્વાસુ સહયોગી દ્વારા આ નિવેદનોને રદિયો આપવામાં આવ્યો હતો.