ઉરણમાં યશશ્રીની બેરહેમીથી હત્યા કરનારો દાઉદ આખરે ઝડપાયો

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
ઉરણમાં યશશ્રીની બેરહેમીથી હત્યા કરનારો દાઉદ આખરે ઝડપાયો 1 - image


ર્ક્ણાટકના ગુલબર્ગ પાસેના શાહપુરથી ધરપકડની જાહેરાત

યશશ્રી અને શેખ એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ હત્યાના દિવસે મળ્યા હતા, દાઉદે હત્યાની કબૂલાત કરી

મુંબઇ - નવી મુંબઇના ઉરણમાં ૨૦ વર્ષીય યશશ્રી શિર્દેની ક્રૂરપણે ચાકૂના ઘા ઝીંકી હત્યા કરવાનો ચકચારજનક કેસ પોલીસે ઉકેલી  લીધો છે. કર્ણાટકથી આરોપી દાઉદ શેખની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેને પકડીને નવી મુંબઇ લાવવાની કાર્યવાહી કરી હતી. આરોપીના મિત્ર, પરિવારજનો, સંબંધીની પૂછપરછ બાદ મહત્વની કડી મળી હતી. આ ગુનામાં અન્ય કોઇ વ્યક્તિની સંડોવણી છે કે કેમ એની પણ તપાસ થઇ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર દાઉદે હત્યાની કબૂલાત કરી લીધી છે. હત્યાના દિવસે તેણે યશશ્રીને મળવા બોલાવી હતી. જોકે, હત્યાનાં ચોક્કસ કારણ અંગે હજુ તપાસ થઈ રહી છે. 

નવી મુંબઇમાં સીબીડે બેલાપુરમાં નોકરી કરતી યશશ્રી શિંદે (ઉ.વ.૨૦)ની ગત   પચ્ચીસમી જુલાઇના હત્યા કરવામાં આવી હતી. તે ઘરેથી ઓફિસ ગઇ હતી પરંતુ તેણે ઓફિસમાં અડધા દિવસની રજા લીધી હતી. તે ઘરે ન આવતા પરિવારે શોધખોળ કરી હતી. છેવટે યશશ્રીના ગુમ થવાની પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસને શનિવારે વહેલી સવારે ઉરણ રેલવે સ્ટેશન નજીક ઝાડીઓમાં યશશ્રીની લાશ મળી હતી. તેની પીઠ અને પેટમાં ચાકૂના ઘા ઝીકી હત્યા કરાઇ હતી રખડતા કૂતરા લાશને ચૂંથી રહ્યાહતા.

આ ગુનામાં આરોપી દાઉદ શેખ સંડોવાયેલો હોવાની યશશ્રીના પરિવારને શંકા હતી હત્યા બાદ તે ગાયબ હતો પોલીસે તેને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.

પોલીસની આઠ ટીમ શેખની શોધખોળ કરી રહી હતી પોલીસ શેખના મિત્ર, કુટુબીજન, સંબંધીની પૂછપરછ કરી હતી. દરમિયાન શંકાના આધારે બે થી ત્રણ જણને તાબામાં લેવામાં આળ્યા હતા.

આરોપી શેખ કર્ણાટકમાં હોવાની શંકા હતી આથી પોલીસની બે ટીમ કર્ણાટક પહોંચી ગઇ હતીં. કર્ણાટકના ગુલબર્ગાના શાહપુરથી દાઉદને ઝડપી લેવામાં આવ્યો હતો, એમ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે જણાવ્યું હતું.

પીડિતાના પિતાએ વર્ષ ૨૦૧૯માં શેખ વિરૃદ્ધ પુત્રીની જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. તેની સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારે તેની ધરપકડ કરાઇ હતી તેને જેલમાં રાખવામાં આવ્યો હતો જેલમાંથી બહાર આવીને તેણે ફરી યશશ્રીનો પીછો કરવાનું શરૃ કર્યું હતું. તેને ફોન કરતો હોવાનું કહેવાય છે. બાદમાં તે કર્ણાટક જતો રહ્યો હતો. જ્યાં તે ડ્રાઇવર તરીકે કામ કરતો હતો.

પત્રકારો સાથે વાત કરતા એડિશનલ કમિશનર (ક્રાઇમ) દિપક સાકોરે જણાવ્યુ ંહતું કે પીડિતા અને શેખ એકબીજાના સંપર્કમાં હતા અને હત્યાના દિવસે મળ્યા હતા. બંને વચ્ચે ઉગ્ર દલીલને કારણે કદાચ હત્યા થઇ હશે. જોકે હત્યાનું  ચોક્કસ કારણ હજું સ્પષ્ટ નથી અને તપાસ ચાલું છે.

સીસીટીવી કેમેરામાં યશશ્રી અને દાઉદ કેદ

યશશ્રી હાથમાં કાળી છત્રી લઈને ગઈ, ૧૦ મિનિટ બાદ દાઉદ પાછળ ગયો

સંપૂર્ણ મહારાષ્ટ્રને હચમચાવી નાખનારા યશશ્રી શિંદે હત્યાકાંડની તપાસ કરતી પોલીસને કેસમાં મહત્ત્વના પુરવાર થાય એવા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. સીસીટીવી કેમેરામાં યશશ્રીની પાછળ જતા આરોપી દાઉદ શેખ ઝડપાઈ ગયો હતો.

પોલીસે રેલવે સ્ટેશન અને આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી માં પચ્ચીસમી  જુલાઈના બપોરે ૨.૧૪ વાગ્યે યશશ્રી હાથમાં કાળી છત્રી લઈને ચાલતા જોવા મળે છે. લગભગ ૧૦ મિનિટ પછી આરોપી દાઉદ તેની પાછળ જતા નજરે પડે છે. આમ દાઉદે કદાચ યશ્રશ્રીને મળ્યા બાદ વિવાદ થતા ચાકુથી હત્યા કરી હોવાની શંકા છે.

યશશ્રીની માતાની માગણી

મારી પુત્રીએ જે પીડા વેઠી તેટલું જ ટોર્ચર કરી દાઉદને ફાંસી આપો

(પ્રતિનિધિ દ્વારા)   મુંબઈ,તા.૩૦

નવી મુંબઈમાં યશશ્રી શિંદેની હત્યા કરનારા આરોપી દાઉદ શેખની ધરપકડ બાદ મૃતકની માતાએ પોતાનો રોષ ઠાલવતા મીડિયાને જણાવ્યું હતું. કે મારી પુત્રીને શરીરે ઘા વાગતાં જે પીડા થઈ હોય તેટલી જ હતે દાઉદને પણ ટોર્ચર કરી  ફાંસી આપવામાં આવે. આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવામાં આવે. મારી પુત્રીની જેમ અન્ય કેટલીય છોકરીઓ તડપી તડપીને આ રીતે મૃત્યુ પામી હશે તેમને ન્યાય માટે પણ દાઉદને સજા મળવી જોઈએ. 

હાલમાં આ કેસની ચર્ચા થઈ રહી છે  એટલે કડક સજાનું ં આશ્વાસન આપવામાં આવશે પરંતુ તેને ફાંસી આપવી જોઈએ.



Google NewsGoogle News