દાઉદ હવે પાકની આઈએસઆઈ નહિ પણ અમેરિકાની સીઆઈએનું પ્યાદું

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
દાઉદ  હવે પાકની આઈએસઆઈ નહિ પણ અમેરિકાની સીઆઈએનું પ્યાદું 1 - image


હવે આઈએસઆઈને પણ દાઉદનું કામ હોય તો સીઆઈએની મંજૂરી લેવી પડે છે

અફીણની દાણચોરી માટે દાઉદનું અફઘાનિસ્તાનમાં મોટું નેટવર્ક હોવાથી અમેરિકાને તેની ગરજ છે

મુંબઇ :  ગેંગસ્ટર દાઉદને હવે અમેરિકાની  સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઇએ)એ પાકિસ્તાનમાં તેને મહત્વનું પ્યાદું બનાવી દીધો હોવાનું કહેવાય છે. અત્યારસુધી દાઉદ પાકિસ્તાનની સશસ્ત્ર દળોની ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆ)નો એક ભાગ હતો. તેને જાસૂસી એજન્સી દ્વારા એડિશનલ ડાયરેકટર જનરલનું પદ પણ આપવામાં આવ્યું હતું. પરંતુ, હવે હાલત એવી છે કે આઈએસઆઈને પણ દાઉદનું કામ હોય તો તેણે પહેલાં સીઆઈએની મંજૂરી લેવી પડે છે. 

કેટલાક અહેવાલોમાં ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓને ટાંકીને એવો દાવો કરાયો છે કે હવે દાઉદ સતત પાકિસ્તાનના વિવિધ પ્રાંતોમાં જુદા જુદા સલામત સ્થળે સ્થળાતર કરે છે. તે ઇસ્લામાબાદમાં સીઆઇએના સ્ટેશન ડાયરેકટરને સીધો રિપોર્ટિંગ કરી રહ્યો છે. આઇએસઆઇ કઇપણ ગતિવિધી કરવા માગે તો તેને અમેરિકન જાસૂસી સંસ્થાને ધ્યાન દોરવું પડે છે એમ કહેવાય છે. અંડરવર્લ્ડ ડૉન દાઉદ માટે ફાયદો એ થયો છે કે તેના પરિવારના સભ્યોને પશ્ચિમી દેશોમાં સહેલાઈથી પ્રવેશ મળી રહ્યો છે. 

 ાઉ  હાલ ૬૮ વર્ષનો છે. તેને અનેક બીમારીઓ હોવાનું કહેવાય છે. જોકે, આમ છતાં પણ આતંકવા ી પ્રવૃધિાઓ અને મા ક દ્રવ્યોની  ાણચોરીના વિશાળ સામ્રાજ્ય પર પ્રભુત્વ તેણે જાળવી રાખ્યું છે. 

અમેરિકાને દાઉદની ગરજ પડી  છે તેનું કારણ અફઘાનિસ્તાનમાં તેનું નેટવર્ક છે. દાઉદઅફઘાનિસ્તાનમાં વિશાળ  નેટવર્કથી હેલમંડ ખીણમાંથી શુદ્ધ અફીણની દાણચોરી કરે છે. તે  તાલિબાનો  સાથે પણ સંકળાયેલો છે. દાઉદ અફઘાનિસ્તાનમાં ગેરકાયદેસર રીતે ખાણમાં ખોદકામ કરી કિંમતી રત્નો પણ કાઢી રહ્યો હોવાનું કહેવાય છે. 

જોકે, હાલ દાઉદને ભારે ભય પણ લાગે છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાય સમયથી ભારત વિરોધી આતંકીઓને તથા અન્યોને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ખતમ કરવામાં આવી રહ્યા છે. દાઉદને પણ તેમનો ડર લાગે છે.  તે અગાઉની જેમ હજ અને સાઉદી એરબિયાની ઉમરાહની યાત્રા પર પણ નથી જઇ રહ્યો.

 ાઉ  તીવ્ર ગેસટ્રાઇટિસ અને એસિડિટીથી પીડિત છે. તેના ઉચ્ચસ્તરના ડાયાબિટીસને નિયત્રિંત પણ કરી શકતો નથી. તે ભૂતકાળની જેમ મોડી રાતની પાર્ટીઓ ટાળી રહ્યો છે. તે પાકિસ્તાની લશ્કરના ઉચ્ચ અધિકારીઓ સામેની પાર્ટીમાં  ખાસ હાજરી આપતો હતો પરંતુ હવે તે બંધ થઈ ગયું છે. 

તે માનસિક રીતે ચપળ છે. પરંતુ તેણે છોટા શકીલ જેવા નજીકના સાથીદારો પર તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું સંચાલિત કરવાનું છોડી દીધું છે.

 ાઉ  અગાઉ આઇએસઆઇ અને હવે સીઆઇએ દ્વારા સોંપવામાં આવેલી મહત્વપૂર્ણ ઓપરેશનને સંભાળે છે. શકીલની પુત્રી એક સફળ ડૉકટર છે. જ્યારે  ાઉ ના ભાઇ મુસ્તાકીમની પુત્રી બાર-એટલૉ છે. હાલમાં મુસ્તાકિમ કરોડો રૃપિયાની  ક્રિકેટ સટ્ટાબાજીની એમ સ્વતંત્ર રીતે સંભાળે છે.  ાઉ નો પરિવાર તેને તેના બિઝનેસ ઓપરેશનમાં મ   કરી રહ્યો છે.

 ાઉ ને પાકિસ્તાન જેવા  ખાનાખરાબી ભોગવી રહેલા  ેશમાં રહેવું પડે છે તેનો અફસોસ પણ છે. અબજો ડૉલરની કમાણી કરી હોવા છતાં ત્યાં  તેની સ્વતંત્રતા મર્યાિ ત છે. તે છૂટથી હરી ફરી શકતો નથી.



Google NewsGoogle News