Get The App

મુંબઈ થંભી જશે, 17 લાખ સરકારી કર્મચારીઓનું હડતાળનું એલાન, NDA સરકારનું નાક દબાવશે

આગામી 29 ઓગસ્ટ સુધીમાં વિવિધ માગો પૂરી ન થાય તો ચક્કાજામની જાહેરાત

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
મુંબઈ થંભી જશે, 17 લાખ સરકારી કર્મચારીઓનું હડતાળનું એલાન, NDA સરકારનું નાક દબાવશે 1 - image


- વિધાનસભાની ચૂંટણી પહેલાં નાક દબાવશે

- જૂના પેન્શન પ્રમાણે નવું પેન્શન ચૂકવવા સહિતના માગણીઓ માટે હડતાલનો નિર્ણય

મુંબઇ : મહારાષ્ટ્રના 17 લાખ સરકારી કર્મચારીઓ તેમની વિવિધ માગણીઓ માટે ૨૯મી ઓગસ્ટથી બેમુદત હડતાલ ઉપર જશે. રાજ્યના સરકારી કર્મચારીઓની આ હડતાલને કારણે લોકોએ પારાવર મુશ્કેલીનો સામનો કરવો પડે એવી શક્યતા છે.

રાજ્ય સરકારી કર્મચારી સંગઠનની  પગલાં  સમિતીની આજે યોજાયેલી બેઠકમાં બેમુદત હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવતા મહિને ગણેશોત્સવ આવી રહ્યો છે, એટલે સરકારી કર્મચારીઓને હડતાલ પર ઉતરતા અટકાવવા શિંદે સરકારે પ્રયાસ કરવો પડશે.

જૂના પેન્શન પ્રમાણે નવું પેન્શન ચૂકવવા સહિતની માગણી સાથે હડતાલનું એલાન કર્યું છે. મુંબઈમાં યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય સંદર્ભે સમિતીના વિશ્વાસ કાટકરે જણાવ્યું હતું કે પેન્શન અંગે રાજ્ય સરકારને તત્કાળ નોટિફિકેશન બહાર પાડવાની સરકારને અપીલ કરી છે.

સરકાર નોટિફિકેશન બહાર નહીં પાડે તો 29મીથી હડતાલ પર ઉતરી જશું. અગાઉ રાજ્ય સરકારે પેન્શન મામલે આશ્વાસન આપ્યું હતું પણ તેનું પાલન નથી કર્યું. એટલે અમે નોટિફિકેશન બહાર પાડવાનો આગ્રહ રાખ્યો છે.

દરમ્યાન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ બરાબર સરકારી કર્મચારીઓના સંગઠનો તરફથી સરકારનું નાક દબાવવા તૈયાર થઈ ગયા છે.



Google NewsGoogle News