Get The App

દાદર સ્ટેશને પ્રવાસીનું 27 લાખનું સોનું લૂંટનારી ગેંગ ઝડપાઈ

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
દાદર સ્ટેશને પ્રવાસીનું 27 લાખનું સોનું લૂંટનારી ગેંગ ઝડપાઈ 1 - image


કોલડેટા તથા સીસીટીવી  ફૂટેજ દ્વારા પોલીસ આરોપીઓ સુધી પહોંચી

જવેલરી શોપના મેનેજરને લૂંટવામાં શોપના જ એક કર્મચારી તથા મહિલા પણ સામેલઃ સ્ટેશને ટેક્સી ટકરાયાની તકરાર કરી નજર ચૂકવી લૂંટ

મુંબઇ :મુંબઇમાં બીએમ જ્વેલર્સમાં કામ કરતા કર્મચારી પાસેથી રૃા. ૨૭ લાખની ગોલ્ડ ડસ્ટની લૂંટના કેસમાં માટુંગા પોલીસે એક મહિલા સહિત છ આરોપીની ધરપકડ કરી છે. કોર્ટે તેમને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. તેમના અન્ય ફરાર સાથીદારની શોધખોળ કરવામાં આવી રહી છે.

જ્વેલરી શોપના મેનેજર ૨૬ વર્ષીય બલરામ સિંહે ગત ૧૯ ડિસેમ્બરે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પશ્ચિમ બંગાળથી ટ્રેનમાં પાછો આવી રહ્યો સિંહ દાદર રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો. લોઅર પરેલમાં આવેલી તેની ઓફિસમાં જવા માટે ટેક્સીમાં બેસી ગયો હતો તે રેલવે સ્ટેશનની બહાર હોટેલ પાસે પહોંચ્યો ત્યારે બે શખ્સોએ તેની ટેક્સી અટકાવી હતી.સિંહની ટેક્સીએ ટક્કર મારતા તેમના વાહનને નુકસાન થયું હોવાનું દાવો કરી બંનેએ હંગામો મચાવવાનું શરૃ કર્યું હતું.

 રમિયાન વધુ લોકો ભેગા થયા હતા. તેમણે બલરામ સિંહ પર હુમલો કર્યો હતો તે સમયે આરોપી ટેક્સીમાંથી  બલરામ સિંહની એક બેગ લઇ પલાયન થઇ ગઇ હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.  પોલીસે આ લૂંટની તપાસ શરૃ કરી હતી. પોલીસે પીડિત અને અન્ય કર્મચારીઓની પૂછપરછ કરી હતી. પરંતુ કોઇ કડી મળી નહોતી. રેલવે સ્ટેશનની અં રના અને ઘટના સ્થળની આસપાસના સીસીટીવીના ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતા.

એક પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે આ કેસની તપાસ કરવા અમે સમજી ગયા કે ગેંગ ઘણી મોટી છે. ફરિયાદી જ્યારે ટ્રેનની અંદર હતો. ત્યારે કેટલાક લોકોએ તેનો પીછો કર્યો હતો. પછી અમૂક આરોપી રેલવે સ્ટેશન પર તેની પાછળ ગયા હતા. તે સ્ટેશનની બહાર આવ્યો તે સમયે વધુ આરોપી તેનો પીછો કર્યો હતો. આમ છેવટે તેની ટેક્સી અટકાવીને લૂંટ કરાઇ હતી. ત્યારબાદ આ ગેંગ જુદી જુદી દિશામાં ચાલ્યા ગયા હતા. અમૂક આરોપીએ ટ્રેન પકડી હતી. એક મહિલા ટેક્સીમાં બેઠી હતી. તેની પાસે ફરિયાદીની બેગ હતી. તે ટેક્સીમાં ટીટવાલા ગઇ હતી. ટ્રેનમાં પ્રવાસ કરતા આરોપી થાણે રેલવે સ્ટેશન  પર ઉતરી ગયા હતા.

પોલીસની જુદી જુદી ટીમોએ  લૂંટારાઓની ગતિવિધીની માહિતી મેળવી વધુ તપાસ આદરી હતી. પોલીસ ઓછામાં ઓછા ૧૦થી ૧૨ વખત ટીટવાલા ગયા હતા. પોલીસને આરોપીનો ચહેરો જોવા મળ્યો નહોતો. પણ પોલીસે ગુનાના સ્થળની લોકો સાથે મેળ ખાતા મોબાઇલ ફોનના કોલ ડેટા રેકોર્ડ (સીડીઆર) ની તપાસણી કરી હતી.

આમ પોલીસની ટીમ આરોપી પારુલ શ્રીવાસ્તવ (ઉં.વ.૨૮)ના ઘર સુધી પહોંચી ગઇ હતી. પોલીસને વાતોમાં મશગૂલ રાખી તેમણે કાર્યવાહી અવરોધ ઉભો કર્યો હતો. ત્યારે પારુલનો પતિ પોલીસને હાથતાળી આપી નાસી જવામાં સફળ થયો હતો.  

આરોપી પારુલે પૂછપરછમાં સાથીદારોના નામ જાહેર કર્યા

પોલીસે આરોપી પારુલની પૂછપરછ કરતા બીએમ જ્વેલર્સના કર્મચારી સત્યેન્દ્ર પાંડે (ઉં.વ. ૨૫) અને આરોપીની માહિતી મળી હતી. આરોપી સત્યેન્દ્ર આ લૂંટનો માસ્ટર માઇન્ડ હોવાનું કહેવાય છે.  તેણે પશ્ચિમ બંગાળ અને મુંબઇમાં ફરિયાદી  બલરામ સિંહની હિલચાલ પર વોચ રાખી હતી. આરોપી સત્યેન્દ્રએ લૂંટનંં કાવતરું ઘડયું અને અન્યને ગુનામાં સામેલ કર્યા હતા.

જ્વેલરી શોપના કર્મચારી હોવાથી તે કાસ્ટિંગ ગોલ્ડ ફિલિંગ ડસ્ટનું શું કરી શકાય તે સારી રીતે જાણતો હતો. અમે તેની ધરપકડ કરી હતી. પણ તેણે સોનાની ગોલ્ડમાંથી સિક્કા બનાવી લીધા હતા. આ સિક્કા વેચીને પૈસા કમાવવા માગતો હતો.

આ મામલામાં કોપરીના આકાશ ચૌહાણ (ઉં.વ. ૩૦), આતિષ મિસલ (ઉં.વ.૨૧), વિજય મોરે (ઉં.વ.૩૪) ઘાટકોપરના અનુજ શર્મા (ઉં.વ.૩૨)ની પણ ધરપકડ કરાઇ છે. પારુલનો પતિ ફરાર છે. આ ટોળકી પાસેથી સોનાના સિક્કા, રોકડ રકમ, સોનાની ગોલ્ડ સહિત રૃા. ૨૪ લાખની માલમત્તા જપ્ત કરવામાં આવી છે. પોલીસે તેમની સામે લૂંટ, હુમલો, અને અન્ય કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.



Google NewsGoogle News