કુમળી વયના બાળકોની ઈચ્છા મુજબ કસ્ટડી આપી શકાય નહીં : હાઈકોર્ટ
પિતાની અરજી ફગાવીને બાળકોની કસ્ટડી માતાને અપાઈ
બાળકને પોતાના ભલાબુરાની જાણ હોતી નથી અને તેમને શીખવવામાં આવ્યું હોઈ શકે છે
મુંબઈ, : કુમળી વયના બાળકની ઈચ્છા મુજબ તેની કસ્ટડીનો નિર્ણય આપી શકાય નહીં. તેને શીખવવામાં આવ્યું હોવાની શક્યતા હોઈ શકે છે એવી નોંધ બોમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે કરી હતી.
ઔરંગાબાદની ફેમિલી કોર્ટના ચુકાદાને હાઈ કોર્ટે બહાલ રાખ્યો હતો. કોર્ટે બે વર્ષ અને પાંચ વર્ષના બે બાળકોની કસ્ટડી તેમની માતાને આપી હતી. પિતા મે ૨૦૨૪થી બાળકની કસ્ટડી ધરાવતો હતો અને બાળકો તેની માતા પાસે નહીં પણ પોતાની પાસે રહેવા માગે છે એવી દલીલ કોર્ટે ફગાવી હતી.
કુમળી વયના બાળકને પોતાના કલ્યાણની જાણ નથી હોતી. તેઓ જેમની સાથે રહેતા હોય તેમની સાથે રહેવા ટેવાયેલા હોય છ ે. માતાપતાના શીખવ્યા પ્રમાણે બોલતા હોય છે.
બાળકની સારસંભાળ બાબતે કોર્ટે નોંધ કરી હતી કે બધા પરિવારમાં પિતા વ્યવસાયમાં વ્યસ્ત હોય છે. માત્ર દાદી આખો દિવસ ઘરે રહેતી હોય છ. માતાના ઘરે તે હંમેશા ઘરે હોય છે. માતાપિતા સાથે રહે છે.ઘરમાં અન્ય સભ્યો પણ છે. બંને પક્ષકારો એક જ શહેરમાં રહે છે. આથી બંને માટે બાળકોને મળવું મુશ્કેલ નથી. પતિ પોતાની સુવિધાના સ્થળે બાળકોને મળી શકે છે. બાળકમાં એક પુત્રી છે જે માતા સાથે રહે છે. આથી બધા ભાઈ બહેન સાથે રહે તો ઉછેરમાં ફરક પડે છે. પુત્રી તેની માતાની સારસંભાળમાં રહેવી જરૃરી છે, એમ જણાવીને કોર્ટે પિતાની અરજી ફગાવી હતી.