ઘોસળકર હત્યા કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને, મોરીસના બોડીગાર્ડની ધરપકડ
મોરીસે બોડીગાર્ડની પિસ્તોલમાંથી ગોળીબાર કર્યો હતો
બોરીવલી આઈસી કોલોનીમાં બંધ, ભારે તંગદિલી વચ્ચે પોલીસ બંદોબસ્તઃ મોરીસના પીએ મેહુલ પરીખ સહિત બેની પૂછપરછ
મુંબઇ : ફેસ બુક લાઇવ' રમિયાન શિવસેના (યુબીટી)ના નેતા અભિષેક ઘોસાળકરની કમકમાટીભરી હત્યાના કેસની તપાસ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ઇન્વેસ્ટિગેશન માટે પોલીસની બે ટીમ બનાવવામાં આવી છે. સ્થાનિક ગુંડા અને સ્વયંઘોષિત સામાજિક કાર્યકર્તા મોરીસ નોરોન્હાએ તેના બોડીગાર્ડની પિસ્તોલથી ઘોસાળકર પર ફાયરિંગ કરી હતી. પોલીસે મોરીસના બોડીગાર્ડ, પીએ સહિત ત્રણ જણને તાબામાં લીધા હતા. બા માં પોલીસે મોરીસના બોડીગાર્ડની ધરપકડ કરી હતી. રમિયાન, ગઈકાલે થયેલી હત્યાને પગલે સમગ્ર બોરીવલી આઈસી કોલોની વિસ્તારમાં ભારે તંગિ લી ફેલાઈ હોવાથી પોલીસનાં ધાડેધાડાં બં ોબસ્ત માટે ઉતારી ેવાયાં છે. આજે ઘોસાળકરની અંતિમ યાત્રા હોવાથી આઈસી કોલોનીમાં મોટાભાગની ુકાનો વગેરે પણ બંધ રહ્યાં હતાં.
તેના પર આર્મ્સ એક્ટની કલમ ૨૯(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોઈ વ્યક્તિ પાસે કાયદેસર રીતે શસ્ત્ર રાખવાની પરવાનગી છે કે કેમ તેની ખાતરી કર્યા વિના શસ્ત્રો સોંપવાનો આરોપ છે. એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસળકરનો અગાઉ આરોપી મોરીસ સાથે વિવાદ ચાલતો હતો, પરંતુ બાદમાં ઝઘડાના સમાધાન અને મિત્રતાનું નાટક કરી મોરીસે દહિસર નજીક પોતાની ઓફિસમાં અભિષેકને બોલાવીને ગોળી મારીને હત્યા કરી હતી. તેણે ફાયરિંગનું ફેસબુક લાઇવ કરતા ચકચાર જાગી હતી.
હત્યા બાદ એમએચબી પોલીસે હત્યાનો કેસ નોંધ્યો હતો. જોઇન્ટ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સત્ય નારાયણ અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) દતા નલાવડેએ તપાસ માટે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
મોડી રાતે કેસને વધુ તપાસ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, એમ સિનિયર પોલીસ ઓફિસરે કહ્યું હતું. આ નિર્ણય મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે સ્થાનિક પોલીસ સાથે આરોપી મોરીસની ઓફિસમાં તપાસ માટે ગઈ હતી. બાદમાં જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડીસીપી (ક્રાઇમ) રાજ તિલક રોશન પણ તપાસ માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીની આગેવાની હેઠળની એક ટીમ ઘોસળકરની હત્યા અને બીજી ટીમ આરોપી મોરીસની આત્મહત્યાની તપાસ કરી રહી છે. આ મામલામાં પોલીસે પુરાવા એકઠા કરી રહી છે.
ક્રાઇમ બ્રાન્ચ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મોરીસે પિસ્તોલ ક્યાંથી મેળવી હતી તેને પિસ્તોલ કોણે આપી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મર્ડર વખતે આરોપી મોરીસ દારૃના નશામા ંહતો કે કેમ એવા અનેક પાસાઓ પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
આરોપી મોરીસે તેના બોડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રાની પિસ્તોલમાંથી ઘોસાળકરના શરીરમાં ગોળીઓ ધરબી દીધી હતી. આ પિસ્તોલનું લાઇસન્સ મિશ્રાના નામ પર હોવાનું કહેવાય છે. તેણે ઉત્તર પ્રદેશથી પિસ્તોલનું લાઇસન્સ મેળવ્યું હતું.
આ સંબંધમાં પોલીસે મિશ્રા ઉપરાંત મોરીસના પીએ મેહુલ પરીખ, રોહિત સાહુને તાબામાં લઈ તેમની પૂછપરછ કરી છે. બાદમાં પોલીસે કેસ નોંધી બોડીગાર્ડની ધરપકડ કરી હતી.