યુએસ વિઝા માટે નકલી દસ્તાવેજો સબમીટ કરનારાં તરુણ-તરુણી સામે ગુનો

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
યુએસ વિઝા માટે નકલી દસ્તાવેજો સબમીટ કરનારાં તરુણ-તરુણી સામે ગુનો 1 - image


યુએસ કોન્સ્યુલેટે બીકેસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

પંજાબની તરુણી તથા હરિયાણના તરુણ દ્વારા અપાયેલી ધો. 10 અને 12ની માર્કશીટ્સ નકલી હોવાનું ચકાસણીમાં પકડાયુ

મુંબઇ :  અમેરિકાના વિઝા મેળવવા પંજાબની એક ૧૯ વર્ષીય તરુણી અને હરિયાણાના એક ૧૯ વર્ષીય તરુણે યુએસ કોન્સ્યુલેટમાં નકલી શૈક્ષણિક દસ્તાવેજો (માર્કશીટ) જમા કરાવ્યા હતા. ત્યારબાદ તેમના દસ્તાવેજોની પ્રમાણિક્તા પર શંકા કરીને કોન્સ્યુલેટના અધિકારીઓએ તપાસ શરૃ કરી હતી અને તેમના શૈક્ષણિક દસ્તાવેજોમાં વિસંગતતા પકડી પડી હ તી. ત્યારબાદ યુએસ કોન્સ્યુલેટ દ્વારા આ પ્રકરણે બાંદ્રા- કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસ મથકમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર યુએસ કોન્સ્યુલેટે વિઝા માટે અરજી કરનાર અરજદારોને તેમના અસલ દસ્તાવેજોની  ચકાસણી માટે બોલાવ્યા હતા. પંજાબની મોહાલીની તરુણી હરપ્રીત સિંહે તેના પિતાના બેંક સ્ટેટમેન્ટ સાથે તેની દસમા અને બારમા ધોરણની માર્કશીટ રજૂ કરી હતી. એજ રીતે હરિયાણાના કુરુક્ષેત્રના તરુણ યુવરાજ સિંહે તેના પિતાના બેંક સ્ટેટમેન્ટ સાથે તેની દસમા અને બરામાં ધોરણની માર્કશીટ સબમીટ કરી હતી. જો કે અધિકારીઓને આ બંનેના દસ્તાવેજો પર શંકા જતા તપાસ શરૃ કરી હતી અને તેમના શૈક્ષણિક રેકોર્ડમાં વિસંગતતા શોધી કાઢી હતી.

આ બંનેએ એક સ્થાનિક વિઝા કન્સલ્ટન્સીની મદદથી તેમના નકલી દસ્તાવેજો બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ વિગત બહાર આવ્યા બાદ યુએસ કોન્સ્યુલેટે હરપ્રીત સિંહ અને યુવરાજ સિંહ બંને વિરુદ્ધ બીકેસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આઇપીસીની કલમ ૩૪ (સામાન્ય ઉદ્દેશ્ય), ૪૨૦ (છેતરપિંડી) ૪૬૫ (બનાવટ) ૪૬૮ (છેતરપિંડીના આશયથી બનાવટ) તેમજ ૪૭૧ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.



Google NewsGoogle News