Get The App

પૂજાને કેબિન ફાળવવા કર્મચારીને ધમકી બદલ દિલીપ ખેડકર સામે ગુનો

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
પૂજાને કેબિન ફાળવવા  કર્મચારીને ધમકી બદલ દિલીપ ખેડકર સામે ગુનો 1 - image


કોઈ સત્તા નહિ હોવા છતાં પણ તહેસીલદારને ધમકાવ્યા હતા

એક ખેડૂતને ધમકીના કેસમાં પુજાની માતાની ધરપકડ થઈ છે જ્યારે પિતા દિલીપ ખેડકરને આગોતરા જામીન મળ્યા છે 

મુંબઇ :  ભૂતપૂર્વ આઇએએસ તાલીમાર્થી પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર સામે પુણેના બંડગાર્ડન પોલીસ સ્ટેશનમાં સરકારી કર્મચારીને ધમકાવવાનો અને તેના કામમાં અવરોધ લાવવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે આ બાબતે નોંધાયેલ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આસિસ્ટન્ટ કલેકટર તરીકે પૂજા ખેડકરની પોસ્ટિંગ દરમિયાન દિલીપ ખેડકરે કથિત રીતે તહેસીલદાર દીપક આકાડે વિરૃદ્ધ ધમકી ભરી  ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેમની પુત્રી પૂજા માટે કેબિન ફાળવવા કહ્યું હતું. દિલીપ ખેડકરને શાસનના વહીવટી કામકાજમાં દખલ કરવાનો કોઇ અધિકાર ન હોવા છતાં તેમણે આવું કહ્યું હતું.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર પુણે જિલ્લાધિકારી કાર્યાલયના તહેસીલદાર દીપક આકાડેએ પુણેના બંડ ગાર્ડન પોલીસ સ્ટેશનમાં આ બાબતની એક બે પાનાની ફરિયાદ કરી હતી જેના આધારે દિલીપ ખેડકર સામે આઇપીસીની કલમ ૧૮૬, ૫૦૪ અને ૫૦૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાની જાણકારી સ્થાનિક ડીસીપી સ્માર્તના પાટીલે આપી હતી.

પુજા ખેડકરની પુણેના જિલ્લાધીકારીની ઓફિસમાં તાલીમાર્તી તરીકે બદલી થયા બાદ પૂજાએ તેના માટે સ્વતંત્ર કેબિન, ઓર્ડરલીની માગણી કરી હતી. આ સાથે જ પૂજા તેની ખાનગી કારમાં  રેડ બેકન લગાવીને ફરતી જોવા મળી હતી. પૂજાના પિતા દિલીપ ખેડકરે પણ જિલ્લાધિકારી ઓફિસની મુલાકાત લઇ પૂજાને કેબિન ફાળવવા દબાણ કર્યું હતું. આ સમગ્ર ઘટના બાબતે જિલ્લાધિકારી ડૉ. સુહાસ દિવસેએ સરકારને એક અહેવાલ પણ સાદર કર્યો હતો તે પહેલા તાલીમાર્થ અધિકારીઓને સ્વતંત્ર કેબિન, ઓર્ડરલી આદિ ફાળવવામાં આવતા  નથી તેવી સ્પષ્ટતા કરવા છતા પૂજા ખેડકરે તેનો આ માટેનો હઠાગ્રહ પકડી જ રાખ્યો હતો.

પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર પોતે એક નિવૃત્ત સરકારી અધિકારી છે. આ પહેલા પુણેના પૌડ પોલીસ દ્વારા એક ફોજદારી ધમકીનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમની પત્ની મનોરમાએ જમીનના એક વિવાદને કારણે મુળશી વિસ્તારમાં એક વ્યક્તિ સામે બંદૂક તારી હોવાનો આરોપી કરવામાં આવ્યો હતો. આ બાબતનો એક વીડિયો પણ માધ્યમોમાં મોટા-પાયે વાયરલ થયો હતો. આ કેસમાં દિલીપ ખેડકરને આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે પુણે ગ્રામિનણ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ તેમના પત્ની મનોરમાને તાજેતરમાં કોર્ટ જામીન પર મુક્ત કર્યા હતા. 

યુપીએસસીએ તાજેતરમાં પૂજા ખેડકરની પસંદગી સરદ્દ કરી અને તેને ભવિષ્યની તમામ પરીક્ષાઓ અને પસંદગીઓમાંથી કાયમી ધોરણે પ્રતિબંધિત કરી હતી. દિલ્હીમાં તેની સામે એફઆઇઆર નોંધાયા બાદ હાલમાં તેની કોઇ ભાળ મળી રહી નથી.



Google NewsGoogle News