Get The App

સર્જરી બાદ 10 દિવસ બેભાન રહેલા બાળકનાં મોત અંગે 5 ડોક્ટરો સામે ગુનો

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
સર્જરી બાદ 10 દિવસ  બેભાન રહેલા બાળકનાં મોત અંગે 5 ડોક્ટરો સામે ગુનો 1 - image


સારવારમાં બેદરકારી, પરિવારને ગેરમાર્ગે દોરાયાના આક્ષેપ

છત્રપતિ સંભાજીનગરની વેદાંત  હોસ્પિટલમાં બાળકના મોતના 6 મહિના બાદ કેસ દાખલ પુરાવા સાથે ચેડાં થયાનો પણ આરોપ

મુંબઇ  :  છત્રપતિ સંભાજીનગરમાં એક ખાનગી હોસ્પિટલના છ ડૉકટરો સામે તેમની દેખરેખ હેઠળ મૃત્યુ પામેલા બાળકના પિતાને ગેરમાર્ગે દોરવા બદ્દલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી ડૉકટરોએ પુરાવા સાથે પણ છેડછાડ કરી  હોવાનો આરોપ છે. 

ા સમગ્ર કેસ બાબતે પોલીસ દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ ગત ૨૬ એપ્રિલના રોજ શહેરના સુતગિરણી વિસ્તારની  વેદાંત ેહોસ્પિટલમાં પાંચ વર્ષના બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. તે જ દિવસે તેના પર શસ્ત્રક્રિયા પણ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ લગભગ ૧૦ દિવસ સુધી તે ભાનમાં જ આવ્યો નહોતો. આ સારવાર દરમિયાન જ ગઈ છઠ્ઠી મેના રોજ તેનું મૃત્યુ થયું હતું.

છોકરાના પિતા અવિનાશ આઘાવે એનો આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલમાં ખોટી  સારવારના કારણે તેમના પુત્રનું મોત થયું હતું. તેમણે એવો દાવો કર્યો હતો કે પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો હતો અને સારવાર સંબંધિત કાગળો પણ તેમને આપવામાં આવ્યો નહોતા. આ ઉપરાંત ફરિયાદીએ હોસ્પિટલ પર ૨૬ થી ૨૮ એપ્રિલ સુધીના સીસીટીવી ફૂટેજ સાથે ચેડાં કરાયાનો પણ આરોપ મૂક્યો છે. 

આ બાબતે મૃતકના પિતા અવિનાશ આઘાવની ફરિયાદના આધારે પુંડલિક નગર પોલીસ મથકમાં ડૉ. અર્જુન પવાર, ડૉ. શેખ ઇલિયાસ, ડૉ. અજય કાળે, ડૉ. અભિજિત દેશમુખ, ડૉ. તુષાર ચાહાણ અને ડૉ. નીતિન આધાણે સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.  બાળકના મોતના છ મહિના બાદ આ ગુનો શા માટે નોંધાયો છે તે અંગે પોલીસે કોઈ સ્પષ્ટતા કરી નથી. 

એનેસ્થેસિયાનાં એકસામટાં ત્રણ ઈન્જેકશન આપી દેવાયાનો આરોપ

ઓપરેશન બાદ બાળક ક્યારે ભાનમાં જ ન આવ્યો

આ બાબતે બાળકના પિતા અવિનાશ આઘાવે માધ્યમોને જણાવ્યું હતું કે ડૉ. અર્જુન પવારે ઓપરેશન હાથ ધર્યું હતું અને આ સમયે એનેસ્થેટિસ્ટ ડૉ શેખ મોહમ્મદ ઇલિયાસ હાજર હતા. ઓપરેશન થયા બાદ ડૉ. ઇલિયાસે તેમના પુત્રને ઉંઘનું ઇન્જેકશન આપ્યું હતું જેથી તે બોભાન હતો. તે થોડા જ સમયમાં ભાનમાં આવશે તેવું ડૉકટરે કહ્યું હતું. જોકે તેઓ જ્યારે રાત્રે હોસ્પિટલમાં આવ્યા ત્યારે ડૉકટરોએ બાળકને વેન્ટિલેટર લગાવ્યું હતું. આ બાબતે તેમણે ડોકટરોને પૂછતાં કોઇ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.

આઘાવે આરોપ કર્યો છે કે તેમના પુત્રને ઓપરેશન પહેલા સ્પાઇનમાં ઇન્જેકશન આપવામાં આવ્યું હતું. જોકે ઓપરેશન દરમિયાન તે હોશમાં આવી ગયો હતો. તેથી ડૉ. ઇલિયાસે બાળકને બીજુ ઇન્જેકશન આપ્યું હતું.  સીસીટીવીમાં તેઓ ત્રણ ઇન્જેકશન આપતા  નજરે પડે છે. આ શેના ઇન્જેકશન હતા ? તેઓ પ્રશ્ન કરી તેમણે આ ઉપચારનો કાગળીયામાં ક્યાંય ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોવાનો પણ આરોપ કર્યો હતો.



Google NewsGoogle News