અનુજ થાપનનો પોસ્ટમોર્ટમ અહેવાલ અધૂરો જણાતાં કોર્ટ ખફા

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
અનુજ થાપનનો પોસ્ટમોર્ટમ અહેવાલ અધૂરો જણાતાં કોર્ટ  ખફા 1 - image


સલમાન  કેસના આરોપીનું લોકઅપમાં મોત થયું હતું

ગળા પર ફાંસી લીધાના નિશાનની આકૃતિ કે શરીર પર અન્ય ઈજાની વિગત ન હોવાની નોંધ

મુંબઈ :  અભિનેતા સલમાન ખાનના ઘર પર ગોળીબારની ઘટના સંબંધે પકડાયેલા આરોપી અનુજ થાપનના અધૂરા પોસ્ટમોર્ટમ અહેવાલને લઈને બોમ્બે હાઈ કોર્ટે નારાજગી દર્શાવી હતી. થાપન પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યો હતો અને તેણે આત્મહત્યા કરી હોવાનો પોલીસે દાવો કર્યો હતો. 

ન્યા. બોરકર અને ન્યા. સુંદરેસનની વેકેશન બેન્ચે પોસ્ટ મોર્ટમ અહેવાલ વાંચ્યો હતો અને જણાવ્યું હતું કે મહત્ત્વની વિગતો જેમ કે મૃતકના ગળા પર ફાંસીના નિશાનની આકૃતિ તથા શરીર પર અન્ય કોઈ ઈજાની મહત્ત્વની વિગતોનો સમાવેશ નથી.

અનુજની માતા રિટા દેવીએ કોર્ટમાં અરજી કરીને પોતાના પુત્રનું અવસાન પોલીસના ત્રાસને કારણે થયું હોવાનો દાવો કરીને સીબીઆઈ દ્વારા તપાસની માગણી કરી હતી. પોલીસે દાવો કર્યો હતો કે થાપને પોતે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.  થાપનની માતાએ અરજીમાં દાવો કર્યો હતો કે થાપનને કસ્ટડીમાં પોલીસે શારીરિક રીતે ખૂબ જ ત્રાસ અપ્યો હતો.

બુધવારે સરકારી વકિલે સીઆઈડી તપાસનો પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો હતો સાથે પોસ્ટ મોર્ટમ અહેવાલ પણ રજૂ કર્યો હતો. અહેવાલમાં મૃત્યુનું કારણ ગળું ઘોંટાવાને કારણ થયાનું જણાવ્યું હતું પણ કેટલીક અન્ય વિગતો ગુમ હતી.

ગળે ફાંસાના નિશાનની આકૃતિ ક્યાં છે? નિશાન ત્રાસું છે કે વર્તુળકારામાં છે? ગળું ઘોંટાવાથી થયેલું મોત ગળું ઘોંટવાથી પણ થઈ શકે છે માત્ર ફાંસી ખાવાથી નથી થતું, એમ કોર્ટે જણાવ્યું હતું.

મૃતકના શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન હતા કે નહીં એની વિગત માટેની કોલમ ખાલી હોવાનું કોર્ટે નોંધ્યું હતું. આ અહેવાલ સંપૂર્ણ નથી અધૂરો છે, એમ કોર્ટે નોંધ્યું હતું. સંબંધીત ડોક્ટર પાસે તપાસ ટીમે પૂછપરછ કરશે, એમ સરકારી વકિલે કોર્ટને જણાવ્યું હતું. કોર્ટે અરજદારને અહેવાલની કોપી આપવા નિર્દેશ આપીને વધુ  સુનાવણી જૂનમાં રાખી હતી.

સલમાન ખાત વતી વરિષ્ઠ વકિલે અભિનેતાનું નામ પ્રતિવાદીની યાદીમાંથી કાઢી નાખવાની વિનંતી કરીને દાવો કર્યો હતો કે અરજદારે અભિનેતા વિરુદ્ધ કોઈ રજૂઆત કરી નથી.

આ કેસમાં અભિનેતા પોતે ભોગ બનેલી વ્યક્તિ છેે અને તેના ઘર પર ગોળીબાર થયો હતો. તેને જાણ પણ નથી કે કોનો હાથ છે અને કોની ધરપકડ થઈ છે. ખોટી રીતે પ્રતિવાદીમાં નામ ઉમેરવાથી ખોટો સંકેત જાય છે અને પ્રતિભા ખરડાય છે.

 ેવીના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે અરજ ારે ખાન સામે કોઈ પગલાં કે રાહતની માગણી કરી નથી. કોર્ટે નોંધ કરી હતી.  ૧૪ એપ્રિલે સલમાનના બાં રા ખાતેના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટ પર મોટરસાઈકલ પર આવેલા બે જણે ગોળીબાર કર્યો હતો. આ કેસમાં કુલ છ જણની ધરપકડ થઈ હતી. જેમાંથી થાપને પોલીસ કસ્ટડી  રમ્યાન ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.


Google NewsGoogle News