બે બિઝનેસમેન સામેની ચાર્જશીટની નોંધ લેવા કોર્ટનો ઈનકાર
યસ બેંક-ડીએચએફએલ કેસ
પ્રથમદર્શી કેસ બનતો ન હોવાનું સ્પેશિયલ જજનું અવલોકન
સીબીઆઈએ સ્પેશિયલ કોર્ટમાં ચોથી સપ્લીમેન્ટરી ચાર્જશીટ રજૂ કરી હતી. સીબીઆઈએ વિનોદ ગોયેન્કા, શાહિજદ બલવા અને અન્ય ૧૨ને આરોપી બનાવ્યા છે એમ કેસમાં કુલ ૪૧ આરોપીઓ છે.
ગોયેન્કા અને બલવાએ ડીએચએફએલ પાસે લોન લીધી તે હેતુ માટે ઉપયોગ કરવાના સ્થાને અન્યત્ર ભંડોળ ડાયવર્ટ કર્યું હતું તેવું સીબીઆઈએ કહ્યું હતું.
સ્પેશિયલ જજ એસી ડાગાએ બે બિઝનેસમેન અને સ્ટોક માર્કેટ ઓપરેટર સંજય ડાંગી સામેની ચાર્જશીટની કોગ્નિઝન્સ (નોંધ લેવા) ઈન્કાર કર્યો છે. કોર્ટે પોતાના ઓર્ડરમાં કહ્યું હતું ગોયેન્કા અને બલવા સામે મીટિંગ અને મિસ એપ્રોપ્રિયેશન (છેતરપિંડી અન ેનાણાંની ઉચાપત) કરવાના આરોપો ફરિયાદ પક્ષે લગાવ્યા છે.
અગાઉની સપ્લીમેન્ટરી ચાર્જશીટસમાં અથવા ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર)માં તેમનું નામ હતું નહીં તેવું અવલોકન કોર્ટે કર્યું હતું. ચોથી ચાર્જશીટમાં તેમનું નામ પ્રથમવાર આરોપી તરીકે લેવામાં આવ્યું હતું.
કોર્ટે કહ્યું કે 'મીટિંગ અને કોન્સ્પીરેસી (છેતરપિંડી અને કાવતરુ) સામેની કાયદાકીય જોગવાઈઓ લાગૂ કરવા શરૂઆતથી છેતરપિંડીનો ઈરાદો હતો તેવું ફરિયાદપક્ષે પ્રથમદર્શી કેસ માંડવો જરૂરી છે. આ મામલામાં રેકોર્ડ પર ક્યાંય દર્શાવાયું નથી. ડીએચએફએલ પાસેથી લોન લેતી વખતે આરોપીનો છેતરપિંડીનો ઈરાદો હતો.
આ બંને બિઝનેસમેન સામે કોઈ કેસ બનતો નથી તેવું કોર્ટે કહ્યું હતું અને ડાંગી સામે ચિંટીંગના આક્ષેપનો કોઈ આધાર નથી તેવું કોર્ટે કહ્યું હતું. એક ભાગેડુ આરોપી અને અન્ય બે સામે ચિટીંગ અને ફોર્જરીનો કેસ બને છે તેવું કોર્ટે કહ્યું હતું.