Get The App

માતા સાથે ખરાબ વર્તાવ કરનારા પુત્રને ઘર ખાલી કરવા કોર્ટનો આદેશ

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
માતા સાથે ખરાબ વર્તાવ કરનારા પુત્રને   ઘર ખાલી કરવા કોર્ટનો આદેશ 1 - image


ટ્રિબ્યુનલે માતાની તરફેણમાં આપેલા ચુકાદાને બહાલી

માતાને માસિક રૃ. 1500 ભરણપોષણ ચૂકવવાનો પણ  આદેશઃ ફલેટની માલિક માતા નક્કી કરશે કે ઘરમાં કોણ રહે

મુંબઈ :  માતા સાથે ખરાબ વર્તાવ કરનારા પુત્રને બોમ્બે હાઈ કોર્ટે ઘરમાંથી નકીળી જવાનો આદેશ આપ્યો છે. માતા પાસે રહેવા માટે કોઈ બીજું ઘર નથી અને તે ફ્લેટની માલિકણ છે. તેને નક્કી કરવાનો અધિકાર છે કે તેની સાથે કોણ રહેશે. પરેલમાં સ્થિત ઈમારતને ખાલી કરે અને પુત્રના પક્ષમાં કોઈ વસિયત હોય તો તેના પર કોઈ પ્રભાવ પડશે નહીં. જ્યાં સુધી માતા જીવિત હોય  તેના જીવનકાળમાં પુત્રને વસિયતનો કોઈ લાભ નહીં આપવામાં આવે. 

કોર્ટે પુત્રની અરજીને ફગાવી દીધી હતી. પુત્રના વર્તાવથી ત્રસ્ત માતાએ અગાઉ સિનિયરસિટિઝન ટ્રિબ્યુનલમાં પુત્ર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ૨૧ જૂન ૨૦૨૨ના રોજ ટ્રિબ્યુનલે માતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને પુત્રને ફ્લેટ ખાલી કરવા તથા મહિને રૃ ૧૫૦૦ની ખોરાકી આપવાનો નિર્દેશ આપ્યો હતો. માના જણાવ્યા અનુસાર  પુત્ર દારૃનો વ્યસની છે.

ટ્રિબ્યુનલે અન્ય બે પુત્રોને પણ ભરણપોષણની એટલી જ રકમ માતાને આપવાનો  નિર્દેશ આપ્યો હતો જ્યારે પુત્રીને રૃ. ૨૫૦ આપવાનું જણાવ્યું હતું.  ચાલીના પુનર્વિકાસ બાદ માતાને એક ફ્લેટ મળ્યો હતો. માતાએ સપ્ટેમ્બર ૨૦૧૧માં વસિયત બનાવી હતી જેમાં ચાલીનું ઘર પુત્રના નામે ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી હતી, જ્યારે અન્ય બે ભાઈને બદલામાં પૈસા આપવામાં આવ્યા હતા. તેણે શાહપુરનો ફ્લેટ કોરોનાકાળમાં વેચી નાખ્યો હતો. માતાની દેખભાળની જવાબદારી તેના પર છે.


Google NewsGoogle News