વરિષ્ઠ પોલીસ અધિકારીને પકડીને કોર્ટમા હાજર કરવા કોર્ટનો આદેશ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
વરિષ્ઠ પોલીસ અધિકારીને પકડીને કોર્ટમા હાજર કરવા કોર્ટનો આદેશ 1 - image


અગાઉ વોટ્સએપ પર મોકલેલા વોરન્ટની દાદ આપી નહીં

4 વર્ષથી સાક્ષી નોંધાવવામાં આનાકાનીથી કેસ પ્રલંબિત

મુંબઈ :  પુણેમાં કોરેગાંવ પોલીસ સ્ટેશનમાં દાખલ ગુનામાં સાક્ષી નોંધાવવા વારંવાર બોલાવવા છતાં કોર્ટમાં હાજર નહીં રહેનારા તત્કાલિન વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ શિવાજીનગર કોર્ટના ફર્સ્ટ ક્લાય મેજિસ્ટ્રેટે આપ્યો છે. એસ. ડી. કાંબળે નામના ઈન્સ્પેક્ટર હાલ કોરેગાંવ પાર્ક પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે.

હનિફ ગુલામઅલી સોમાજીએ આપેલી ફરિયાદ પર ૨૦ મે ૨૦૧૩ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. મારપીટ કરીને દરેકે રૃ. ૨૦ લાખની ખંડણી માગી હતી. ફરિયાદીની ઓફિસમાં ગેરકાયદે પ્રવેશ કરીને ધાંધલ કરીને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું.

૨૦૧૯થી કેસના તપાસ અમલદાર તરીકે વરિષ્ઠ ઈન્સ્પેક્ટર એસ. ડી. કાંબળેની સાક્ષી નોંધાવવાની બાકી હોવાથી કેસ પ્રલંબિત છે.પોલીસ સ્ટેશનના કર્મચારીએ આ કેસનો અહેવાલ  કોર્ટમાં રજૂ કર્યો હતો. કાંબલેને વારંવાર ફોન કર્યા પણ ફોન ઉપાડતા નથી. ધરપકડના વોરન્ટની સૂચના વોટ્સએપ પર મોકલવા છતાં કોઈ જવાબ આવ્યો નથી. આ અહેવાલ બાદ સરકારી વકિલે કોર્ટમાં ધરપકડ વોરન્ટ જરી કરવા વિનંતી કરી હતી. કોર્ટ માન્ય કરીને જામીનપાત્ર વોરન્ટ જારી કર્યો છે. આગામી  સુનાવણી ૨૪ નવેમ્બર પર રાખી છે.



Google NewsGoogle News