યસ બેન્કના સ્થાપક રાણા કપૂરને કોર્ટે જામીન આપ્યા
રૃ. 466.51 કરોડના ફ્રોડ કેસમાં રાહત
તમામ 8 કેસમાં જામીન મળતાં 4 વર્ષના જેલવાસ બાદ જેલમાંથી છૂટશે
મુંબઈ : રૃ. ૪૬૬.૫૧ કરોડના બેન્ક ફ્રોડ કેસમાં યસ બેન્કના સહસ્થાપક રાણા કપૂરને વિશેષ કોર્ટે શુક્રવારે જામીન આપ્યા હતા. ચાર વર્ષના જેલવાસ બાદ રાણા કપૂર માટે જેલમાંથી મુક્તિનો માર્ગ મોકળો થયો છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ડી)એ માર્ચ ૨૦૨૦માં મની લોન્ડરિંગના કેસમાં કપૂરની ધરપકડ કરી હતી અને તેમની સામે બેન્કમાં ફ્રોડ સંબંધી આઠ કેસ દાખલ થયા હતા. તમામ કેસમા ંબેન્કરને જામીન મળી ગયા છે.
જનતાના પૈસાને અન્યત્ર વાળીને કથિત ફ્રોડ કરવાના, વિશ્વાસઘાત, ગુનાહિત કાવતરામાં સંડોવણી બદલ રાણા કપૂર અને અવન્થા ગુ્રપના પ્રોમોટર ગૌતમ થાપર સામે સીબીઆઈના કેસમાં કપૂરને જામીન આપવામાં આવ્યા છે.