263 કરોડના ઈનકમટેક્સ કૌભાંડમાં પુરુષોત્મ ચૌહાણને અદાલતી કસ્ટડી
આરોપી પુરૃષોત્તમ ચવાણ મુખ્ય સૂત્રધાર અને સક્રિય હોવાનો દાવો
પુરુષોત્તેમે પુરાવા નષ્ઠ કરી દીધા, પૈસા ક્યાં વાપર્યા તે પણ જણાવતો નથી, ઘરેથી મળેલા દસ્તાવેજોની તપાસ કરાશે
મુંબઈ : રૃ. ૨૬૩ કરોડના ઈનકમ ટેક્સ રિફંડ ફ્રોડ સંબંધી મની લોન્ડરિંગ કેસમાં આરોપી પુરુષોત્તમ ચવાણને વિશેષ કોર્ટે ૧૪ દિવસની અદાલતી કસ્ટડી આપી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જણાવ્યું હતું કે આરોપી પુરૃષોત્તમ ચવાણ આ કેસમાં મની લોન્ડરિંગનો ગુનેગાર હોવાનું માનવાનું કારણ છે. આરોપી ગુનામાં સક્રિય છે અને મહત્ત્વની ભૂમિકા નીભાવી છે.
એજન્સીએ ૨૦ મેના રોજ તેની ધરપકડ કરી હતી અને તેને સોમવાર સુધીના રિમાન્ડ અપાયા હતા. તપાસ એજન્સીની માગણી અનુસાર કોર્ટે તેને અદાલતી કસ્ટડી આપી હતી.
ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપીએ પુરાવા નષ્ટ કર્યા છે જેના પરથી તેને મળેલા ભંડોળનો ક્યાં ઉપયોગ કર્યો તે જાણી શકાય તેમ હતું. આરોપીએ પૂછપરછમાં તેને મળેલી રકમ, તેનો સ્રોત અને કઈ રીતે વાપરી તેની વિગત જણાવી નથી. તેના ઘરેથી મળેલા મિલકતના દસ્તાવેજોની પણ તપાસ બાકી છે. આથી તેને આ તબક્કે છોડવાથી તપાસમાં બાધા આવશે.
આવકવેરા ખાતામાંથી રૃ.૨૬૩.૯૫ કરોડના ટીડીએસ રિફન્ડ જારી કરવા સંબંધી તપાસ ચાલી રહી છે. સીબીઆઈએ નોંધેલા કેસને આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
ઈડીએ અગાઉ મુખ્ય આરોપી અને ભૂતપૂર્વ સિનિયર ટેક્સ આસિસ્ટંટ તાનાજી મડલ અધિકારી, ભૂષણ પાટીલ, રાજેશ શેટ્ટી અને રાજેશ બતરેજાની ધરપકડ કરી છે. ઈડીના આરોપ અનુસાર બતરેજા અને ચવાણ સંપર્કમાં હતા અને હવાલા સોદા તથા ગુનાની રકમ અન્યત્ર વાળવા સંબંધી સંદેશાની આપ લે કરી હતી.
અત્યાર સુધી રૃ. ૧૬૮ કરોડની મિલકત ટાંચમાં લેવાઈ છે અને સપ્ટેમ્બર ૨૦૨૩માં અધિકારી અને અન્ય દસસામે આરોપનામું દાખલ કરાયું હતુ.