કોર્ટના કલાર્કે જજની નકલી સહી કરી 80 વારસાઈ સર્ટિ. આપી દીધાં
1 કેસ વેરિફિકેશન માટે આવતાં ભાંડો ફૂટયો
પનવેલ કોર્ટના ક્લાર્ક દીપક ફડની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ પર
મુંબઈ - પનવેલ કોર્ટનો કલાર્ક જાતે જ જજની નકલી સહી કરીને બનાવટી વારસાઈ પ્રમાણપત્રો લોકોેને આપી રહ્યો હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે આ કલાર્ક દીપક ફડની ધરપકડ કરી તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પનવેલ કોર્ટમાં ગત સાતમી નવેમ્બરે થાણેના એક પરિવાર ના વારસાઈ કેસમાં થયેલાં ઓર્ડરના વેરિફિકેશન વખતે ખબર પડી હતી કે આવું કોઈ વારસાઈ પ્રમાણપત્ર જારી કરતો ઓર્ડર અપાયો જ નથી.
સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા આ અંગે ન્યાયધિશને જાણ કરાઈ હતી. બાદમાં આ સંદર્ભે પનવેલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કલાર્કે આ રીતે પૈસા લઈને આશરે ૮૦ બોગસ વારસાઈ પ્રમાણપત્રના હુકમો જારી કરી દીધા હોવાનું બહાર આવ્યું છે.