વોટ્સ એપ ગ્રુપ પર ધાર્મિક લાગણી દુભાવતા સંદેશને લઈ નોંધાયેલો કેસ કોર્ટે રદ કર્યો
એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ હોવાથી બહારના લોકો મેસેજ જોઈ શકતા નથી હોતા
આજકાલ લોકો પોતાના ધર્મને સર્વોપરી સાબિત કરવા વધુ સંદેવશીલ થઈ ગયા હોવાની કોર્ટની નોંધ
મુંબઈ : વોટ્સએપ ગ્રુપ પર ધાર્મિક લાગણી દુભાવવા બદલ બે વ્યક્તિ સામેનો કેસ હાઈ કોર્ટે રદ કરીને બોમ્બે હાઈ કોર્ટે નોધ કરી હતી કે આજકાલ લોકો ધાર્મિક બાબતો પ્રત્યે અતિ સંવેદનશીલ થઈ ગયા છે.
વોટ્સ એપ મેસેજ એનક્રિપ્ટેડ હોવાથી અને ત્રીજી વ્યક્તિ તેને જોઈ શકતી નહોવાથી તેમાં જોવાનું રહે છે કે તેની અસર ધાર્મિક લાગણી દુભાવી શકે તેની છે કે નહીં, એમ નાગપુર બેન્ચે આદેશમાં જણાવ્યું હતું.
ભારત સાંપ્રદાયિક અને લોકશાહી દેશ હોવાથી દરેકની ધાર્મિક અને જાતિય લાગણીને માન આપવું જોઈએ સાથે જ લોકોએ આકરી પ્રતિક્રિયા આપવાનું પણ ટાળવું જોઈએ, એમ કોર્ટે જણાવ્યું હતું.
લશ્કરી જવાન અને મેડિકલ પ્રેક્ટશનર સામે નોંધાયેલી ૨૦૧૭ની એફઆીઆર કોર્ટે રદ કરી હતી. ફરિયાદી શાહબાઝ સિદ્દીકીએ આર્મીમેન પ્રમોહ શેન્દ્રે અને મેડિકલ પ્રેકિટશનર સુભાષ વાધે સામે સંવેદશનીલ સંદેશ પોસ્ટ કરવાનો આરોપ કર્યો હતો. સિદ્દીકી પણ ગુ્રપનો સભ્ય હતો.
વોટ્સ એપ ચેટ એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ હોવાથી ગુ્રપની બહારના સભ્ય તેને જોઈ શકતા નથી. કોર્ટેે એમ પણ જણાવ્યું હતં કે પોતાના ભગવાન કે ધર્મ સર્વોપરી હોવાની છબિ ઉપસાવવા પોતાના ધર્મ પ્રત્યે પહેલાં કરતાં લોકો વધુ સંવેદનશીલ બની ગયા હોવાની કોર્ટે નોંધ કરી હતી.
પોલીસ ગુ્રપના અડેમિનિસ્ટ્રેરને ઓળખી શકી નથી અને પસંદગીના લોકોને પડકવાનું કામ કર્યું છે ચાર મુસ્લિમ સભ્યોના નિવેદન નોંધ્યા છે.પ્રથમદ્રષ્ટીએ કોઈ કેસ બનતો નથી, એમ કોર્ટે નોંધ કરી હતી.