Get The App

રાષ્ટ્રપતિ પદક વિજેતા પોલીસની ગેરકાયદે ધરપકડ બદલ કોર્ટે વળતર અપાવ્યું

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
રાષ્ટ્રપતિ પદક વિજેતા પોલીસની ગેરકાયદે ધરપકડ બદલ કોર્ટે વળતર અપાવ્યું 1 - image


હત્યાના કેસમાં પુરાવા નષ્ટ કર્યાનો આરોપ મૂકીને ધરપકડ

ધરપકડની સત્તા સાવચેતીથી વાપરી ન હોવાનું જણાવીને    બે લાખનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ 

મુંબઈ :  હત્યાના કેસની ખામીયુક્ત તપાસ બદલ રાષ્ટ્રપતિ પદકના વિજેતા એવા પોલીસ  કર્મચારીની ધરપકડને બોમ્બે હાઈ કોર્ટે ગેરકાયદે  ઠેરવી હતી અન તેને રૃ. બે લાખનું વળતર અપાવાનોે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપ્યો છે.

પોલીસ અધિકારી સંભાજી પાટીલે હાઈ કોર્ટમાં અરજી કરીને સાતારાના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ  સામે તપાસની માગણી કરી હતી. ધરપકડ કરવા બદલ પોતાને દસ લાખનું વળતર અપાવવાની દાદ માગી હતી.

૨૦૦૯માં હત્યાના કેસમાં હેતુપૂર્વક ખામીયુક્ત અહેવાલ તૈયાર કરીને પુરાવા નષ્ટ કરવાના આરોપસર માર્ચ ૨૦૧૩માં પાટીલની ધરપકડ કરવામાં આવી હતી. તેને બાદમાં જામીન મળી ગયા હતા.

ન્યા. ચાંદુરકર અને ન્યા. પાટીલની બેન્ચે સોમવારે જણાવ્યું હતું કે ધરપકડની સત્તા સાવચેતીથી વાપરવામાં આવી નથી અને પોલીસ અધિકારીનીે ગેરકાયદે પદ્ધતિથી ધરપકડ કરવામાં આવી છે.

કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે અરજદારની ધરપકડ અનિવાર્ય હોય એવો અપવાદ રુપ કેસ ન હતો અને ગુનો જામીનપાત્ર હતો. 

કોર્ટે નોંધ કરી હતી કે અરજદાર પોલીસ કર્મચારીને જાન્યુઆરી ૨૦૦૪માં પ્રશંસનીય સેવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મેળવ્યું હતું અને એ જ વર્ષે ઉત્કૃષ્ઠ સેવા બજાવવા બદલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસનું ચિન્હ પણ મળ્યું હતું.

અરજદાર રાજ્ય સરકાર પાસેથી બે લાખનું વળતર મળવાને પાત્ર હોવાનું  કોર્ટે જણાવ્યું હતું અને સરકારને આઠ સપ્તાહમાં વળતર આપવા જણાવ્યું હતંંુ. સરકાર ફરજ પ્રત્યે બેદરકાર રહેનારઅ ને કસૂરવાર ઠરનારા અધિકારી પાસેથી રકમ વસૂલી શકે છે, એમ કોર્ટે જણાવ્યું હતું.

હત્યા કેસની તપાસ હાથ ધરી ત્યારે પાટીલ ૨૦૦૯માં સાતારા જિલ્લાના કરાડ શહેર પોલીસ સ્ટેશનના ઈન ચાર્જ અધિકારી હતા.

બદલી બાદ કેસ અન્ય અધિકારીને અપાયો હતો. ૨૦૧૨માં અરજદારને એડિશનલ સુુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સાતારાએ કેસમાં કરેલી તપાસનો ખુલાસો માગ્યો હતો. માર્ચ ૨૦૧૩માં અરજદારહાજર થતાં તેમને પુરાવા નષ્ટ કરવા અને ખોટો રિપોર્ટ આપવા બદલ ધરપકડ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. બીજા જ દિવસે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે પોલીસે દાવો કર્યો હતો કે પોતાને ધરપકડનું કારણ જણાવાયું નહોતું અને આખો દિવસ ગેરકાયદે અટકાયતમાં રખાયો હતો.પોતાને કેસમાં સંડોવ્યો હોવાનો દાવો કર્યો હતો. કોર્ટે નોંધ કરીહતી કે કાયદાની જોગવાઈ અનુસાર અરજદારને ઉપરી અધિકારી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સમક્ષ હાજર કરવા જોઈતા હતા.



Google NewsGoogle News